Home /News /india /મતદાનનાં 48 કલાક પહેલા ફેસબૂક પર જાહેરાત બંધ કરવા ચૂંટણી પંચે ફેસબૂકને કહ્યું

મતદાનનાં 48 કલાક પહેલા ફેસબૂક પર જાહેરાત બંધ કરવા ચૂંટણી પંચે ફેસબૂકને કહ્યું

A woman looks at the Facebook logo on an iPad in this photo illustration taken June 3, 2018. REUTERS/Regis Duvignau/Illustration - RC11EA6D5A50

    ભારતીય ચૂંટણી પંચને કહ્યુ છે કે ચૂંટણી સમયે મતદાનનાં 48 કલાક પહેલા ફેસબૂક પર આપવામાં આવતી રાજકીય જાહેરાતો બંધ કરવી. ચૂંટણી પંચની આ વિનંતીનો ફેસબૂકે કોઇ જવાબ આપ્યો નથી. 4 જૂનના રોજ મળેલા એ બેઠકમાં ફેસબૂકના પ્રતિનિધી પણ હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતુ કે ફેસબૂક આ વિશે વિચારશે.

    રિપ્રેઝેન્ટેશન ઓપ પિપલ એક્ટની સેક્શન 126 મુજબ મતદાનના 48 કલાક પહેલા કોઇ પણ ઉમેદવાર કોઇ પણ રીતે પ્રચારનું પ્રદર્શન કરી શકે નહીં. ફેસબૂકના પ્રતિનિધીએ આ મિટીંગમાં જણાવ્યુ હતુ કે, જો આ પ્રકારની ફરિયાદ કરશે તો ફેસબૂક પરથી જે-તે કન્ટેન્ટ (જાહેરાતનું સાહિત્ય) ઉતારી લેવામાં આવશે. જો ચૂંટણી પંચ દ્વારા ફેસબૂકને ફરિયાદ કરવામાં આવશે તો આ મામલે તાત્કાલિક પગલા લેવામાં આવશે. કાયદા મુજબ આ અંગે પગલા લેવામાં આવશે. જો એમ માલુમ પડે કે, કોઇ પણ પ્રકારના કાયદાનું ઉલ્લઘંન થાય છે તો ફેસબૂક જે-તે વ્યક્તિને પહેલા જાણ કરે છે અને કન્ટેન્ટ દૂર કરે છે. જે કન્ટેન્ટ દૂર કરવામાં આવે છે તેની માહિતી ફેસબૂકની પારદર્શક્તા વિશના પેજ પર મૂકવામાં આવે છે.

    ફેસબૂકના ભારતના પ્રવક્તાએ જણાવ્યુ કે, અમે ફેસબૂક પરથી એવું કન્ટેન્ટ દૂર કરીએ છીએ જે આ દેશનાં કાયદાનું ઉલ્લઘંન કરતુ હોય અને અમારુ આ બાબતે ધ્યાન દોરવામાં આવે. એવું કન્ટેન્ટ પણ દૂર કરીએ છીએ જે અમારી પોલિસીનો ભંગ કરતું હોય.”
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Facebook, Indian Election, Polls

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन