દિલ્હીઃ ચૂંટણીપંચની યોજાયેલી પ્રેસ-કોન્ફરન્સમાં મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા એમ ત્રણ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
વધુ વિગત જાણવા મુજબ, આજે યોજાયેલી ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સમાં મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા એમ ત્રણ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્રણેય રાજ્યોમાં આજથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ત્રણે રાજ્યોની ચૂંટણીમાં EVM અને VVPATનો ઉપયોગ કરવામાં આવશે.
મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. 3 માર્ચે મતગણતરી હાથ ધરાશે.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર