આઠ વખત મિં. ઇન્ડિયાનો ખિતાબ જીતનાર નેવી ઓફિસરની દુષ્કર્મ કેસમાં ધરપકડ

નેવી ઓફિસર મુરલી કુમાર આઠ વખત મિ. ઇન્ડિયા ટાઇટલ જીતી ચૂક્યા છે. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આ મહિલાનાં સંપર્કમાં આવ્યા હતા અને તેની સાથે દોસ્તી થઇ હતી. પોલીસે કહ્યુ કે, તેઓ આ કેસમાં નેવી પણ અહેવાલ આપશે.

નેવી ઓફિસર મુરલી કુમાર આઠ વખત મિ. ઇન્ડિયા ટાઇટલ જીતી ચૂક્યા છે. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આ મહિલાનાં સંપર્કમાં આવ્યા હતા અને તેની સાથે દોસ્તી થઇ હતી. પોલીસે કહ્યુ કે, તેઓ આ કેસમાં નેવી પણ અહેવાલ આપશે.

 • Share this:

  કેરળમાં 38-વર્ષનાં નેવી ઓફિસરની એક મહિલા પર દુષ્કર્મ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કેરળ રાજ્યનાં કોટ્ટાયમ જિલ્લામાં આ નેવી ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે.


  દુષ્કર્મ કેસની પિડીતાનાં મહિલા દ્વારા નેવી ઓફિસર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નેવી ઓફિસરે ફરિયાદીની દિકરી સાથે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું.


  આ સ્ટોરી પણ વાંચો

  આરોપી મુરલી કુમાર મુંબઇ ખાતે ચીફ પેટી ઓફિસર તરીકે નેવીમાં ફરજ બજાવે છે. કેરળ પોલીસ દ્વારા તેમની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ ઓફિસર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.


  પિડીતાએ એવી ફરિયાદ કરી છે કે, તે જ્યારે મુરલી કુમારને એક હોટેલમાં મળવા ગઇ ત્યારે તેણે તેના પણ દુષ્કર્મ આચર્યુ હતું. પિડીતાનું ઉંમર 20 વર્ષથી નીચેની છે. આરોપીએ મહિલાને હોટેલમાં બોલાવી હતી. મહિલાને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી.


  નેવી ઓફિસર મુરલી કુમાર બે વખત મિ. એશિયા અને આઠ વખત મિ. ઇન્ડિયા ટાઇટલ જીતી ચૂક્યા છે.  તેઓ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આ મહિલાનાં સંપર્કમાં આવ્યા હતા અને તેની સાથે દોસ્તી થઇ હતી. પોલીસે કહ્યુ કે, તેઓ આ કેસમાં નેવી પણ અહેવાલ આપશે.

  Published by:Vijaysinh Parmar
  First published: