બિહારના નવાદા જિલ્લામાં વિજળી પડવાથી 9 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે હાજર 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બધા એક ઝાડ નીચે હતા ત્યારે વિજળી પડી હતી.
અચાનક મોસમ બદલાયું હતું અને પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. વાવાઝોડા અને વરસાદના કારણે ત્યાં રહેલા લોકો એક ઝાડ નીચે આવ્યા હતા. આ સમયે વિજળી ઝાડ ઉપર પડી હતી. જેમાં 9લોકોના મોત થયા છે અને 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો - 20-21 જુલાઇએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં શક્યતા ઓછી
આ વિશે બેગુસરાયના સાંસદ ગિરીરાજ સિંહે ટ્વિટ કર્યું છે કે નવાદામાં વજ્રપાતની ઘટનાથી સ્તબ્ધ છું. આ ઘટનામાં દલિત પરિવારના 9 લોકોના મોત થયા છે અને 13 લોકો ગંભીર રુપથી ઈજાગ્રસ્ત છે. મહાદેવને પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત જલ્દીથી જલ્દી સ્વસ્થ થાય અને હતાહત થયેલા લોકોના પરિવારને સહનશક્તિ આપે.