NDAની બેઠકમાં મહારાષ્ટ્રની અસર જોવા મળી, PM મોદીએ કહ્યું - નાના મતભેદો દૂર કરવામાં આવે
News18 Gujarati Updated: November 17, 2019, 6:24 PM IST

મહારાષ્ટ્રમાં રાજનીતિક ઉથલ-પુથલની અસર રવિવારે એનડીએની બેઠકમાં જોવા મળી

- News18 Gujarati
- Last Updated: November 17, 2019, 6:24 PM IST
નવી દિલ્હી : મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજનીતિક ઉથલ-પુથલની અસર રવિવારે એનડીએ (NDA)ની બેઠકમાં જોવા મળી હતી. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સહયોગીઓ સાથે નાના મતભેદો દૂર કરવા માટે કહ્યું હતું
રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના વિશાળ પરિવાર પર ભાર આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે આપણે લોકો માટે એક સાથે કામ કરીએ. આપણને એક વિશાળ જનાદેશ આપવામાં આવ્યો છે. આવો તેનું સન્માન કરો. સમાન વિચારધારાના ના હોવા છતા આપણે સમાન વિચારધારા વાળા દળ છે. આપણે નાના-મોટા મતભેદોને નજરઅંદાજ કરવા જોઈએ. શાનદાર સમન્વય માટે એક સમન્વય કમિટી બનાવવી જોઈએ.
લોકજનશક્તિ પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ ચિરાગ પાસવાને સાંસદના શીતકાલીન સત્ર પહેલા એનડીએની બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે શિવસેનાની ગેરહાજરીને બેઠકમાં મહેસુસ કરવામાં આવતી હતી કારણ કે તે એનડીએના સૌથી જુના સભ્ય છે. સહયોગીયો વચ્ચે શાનદાર સમન્વય હોવો જોઈએ અને એક એનડીએ સંયોજક નિમણૂક કરવો જોઈએ. ચિરાગ પાસવાને કહ્યું હતું કે એ ચિંતાની વાત છે કે તેલુગુ દેશમ પાર્ટીએ સૌથી પહેલા ગઠબંધન છોડી દીધું અને પછી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ કર્યું છે. અમે બધા સહયોગી આગામી સત્રમાં એક સાથે કામ કરીશું અને આ પ્રકારની બેઠક થવી જોઈએ.આ પણ વાંચો - નિરંજની અખાડાના મહંત આશિષ ગિરીએ ગોળી મારીને આત્મહત્યા કરી
પીએમે સાંસદોને કરી અપીલ
ભાજપા સંસદીય દળની કાર્યકારિણી બેઠકમાં પ્રધાનમંત્રીએ ભાજપા સાંસદોને સંસદમાં વધારે ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા કહ્યું હતું. તેમણે સાંસદોએ સદનમાં મુદ્દા ઉઠાવવા અને કેન્દ્ર સરકારની યોજનાઓને નાગરિકો સુધી પહોંચાડવામાં મદદ કરવા કહ્યું હતું. સર્વદળીય બેઠકમાં પીએમ મોદીએ ભાગ લીધો હતો. આ પછી સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે 27 દળોની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે સદનનો સૌથી મહત્વપૂર્ણ કામ ચર્ચા અને બહસ કરવી છે.
રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના વિશાળ પરિવાર પર ભાર આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે આપણે લોકો માટે એક સાથે કામ કરીએ. આપણને એક વિશાળ જનાદેશ આપવામાં આવ્યો છે. આવો તેનું સન્માન કરો. સમાન વિચારધારાના ના હોવા છતા આપણે સમાન વિચારધારા વાળા દળ છે. આપણે નાના-મોટા મતભેદોને નજરઅંદાજ કરવા જોઈએ. શાનદાર સમન્વય માટે એક સમન્વય કમિટી બનાવવી જોઈએ.
લોકજનશક્તિ પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ ચિરાગ પાસવાને સાંસદના શીતકાલીન સત્ર પહેલા એનડીએની બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે શિવસેનાની ગેરહાજરીને બેઠકમાં મહેસુસ કરવામાં આવતી હતી કારણ કે તે એનડીએના સૌથી જુના સભ્ય છે. સહયોગીયો વચ્ચે શાનદાર સમન્વય હોવો જોઈએ અને એક એનડીએ સંયોજક નિમણૂક કરવો જોઈએ. ચિરાગ પાસવાને કહ્યું હતું કે એ ચિંતાની વાત છે કે તેલુગુ દેશમ પાર્ટીએ સૌથી પહેલા ગઠબંધન છોડી દીધું અને પછી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ કર્યું છે. અમે બધા સહયોગી આગામી સત્રમાં એક સાથે કામ કરીશું અને આ પ્રકારની બેઠક થવી જોઈએ.આ પણ વાંચો - નિરંજની અખાડાના મહંત આશિષ ગિરીએ ગોળી મારીને આત્મહત્યા કરી
પીએમે સાંસદોને કરી અપીલ
ભાજપા સંસદીય દળની કાર્યકારિણી બેઠકમાં પ્રધાનમંત્રીએ ભાજપા સાંસદોને સંસદમાં વધારે ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવા કહ્યું હતું. તેમણે સાંસદોએ સદનમાં મુદ્દા ઉઠાવવા અને કેન્દ્ર સરકારની યોજનાઓને નાગરિકો સુધી પહોંચાડવામાં મદદ કરવા કહ્યું હતું.
Loading...
Loading...