ડિપ્લોમેટ એનમ બની સ્નેચિંગનો શિકાર, બાઈક સવાર મોબાઈલ ફોન ઝૂંટવી ગયા

એનમ માતા સાથે વોકિંગ કરી રહી હતી ત્યારે બાઈક સવારે મોબાઈલ ફોન ઝૂંટવી લીધો

જે મોબાઈલની ચીલઝડપ કરવામાં આવી છે તેમાં યુએસમાં નોંધાયેલું સિમકાર્ડ અને અસંખ્ય સરકારી ડોક્યુમેન્ટ્સ છે.

  • Share this:
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પર્મેનન્ટ મિશનની પ્રથમ સેક્રેટરી એનમ ગંભીર દિલ્હીમાં સ્નેચિંગનો શિકાર બની ગઈ છે. શનિવારે રાત્રે બાઈક સવાર બે યુવકોએ તેમનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ગંભીર ન્યૂયોર્કમાં ફરજ પર છે, રજાઓ મનાવવા માટે તે દિલ્હી આવી હતી. પોતે માતા સાથે વોકિંગ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી.

ગંભીરના પિતા જગદીશ કુમાર ગંભીરે જણાવ્યું કે, જે મોબાઈલની ચીલઝડપ કરવામાં આવી છે તેમાં યુએસમાં નોંધાયેલું સિમકાર્ડ અને અસંખ્ય સરકારી ડોક્યુમેન્ટ્સ છે.

જગદીશ કુમાર ગંભીરે જણાવ્યું હતું કે, 'ઘટના અમારા રોહિણી સેક્ટર-7 સ્થિત ઘર નજીક બની હતી. રાત્રે 11.20 વાગ્યે મારી પત્ની અને પુત્રી વોકિંગ માટે વાત્સલ્ય મંદિર પહોંચ્યા હતા. ત્યારે બે યુવક બાઈક પર તેમની પાસે પહોંચ્યા હતા અને હનુમાન મંદિરનો રસ્તો પૂછ્યો હતો. એનમે હાથથી ઈશારો કરીને રસ્તો બતાવ્યો એ જ વખતે બાઈકમાં પાછળ બેઠેલા વ્યક્તિએ તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને ફરાર થઈ ગયા હતા.'

First published: