Home /News /india /

વિજય માલ્યાનો કોર્ટમાં દાવો - EDએ બેન્કોનું બાકી રહેલું દેવું પાછું આપવા ન દીધું

વિજય માલ્યાનો કોર્ટમાં દાવો - EDએ બેન્કોનું બાકી રહેલું દેવું પાછું આપવા ન દીધું

વિજય માલ્યા

લંડન ફરાર થયેલા ભાગેડુ શરાબ વેપારી વિજય માલ્યાએ દાવો કર્યો છે કે પ્રવર્તન નિર્દેશાલયે (ઇડી) કારણે તે સરકારી બેન્કો સાથે કર્જ મામલે સમજુતી કરી શક્યો ન હતો

  ભારતીય બેન્કો પાસેથી કરોડો રૂપિયા ઉધાર લઈને લંડન ફરાર થયેલા ભાગેડુ શરાબ વેપારી વિજય માલ્યાએ દાવો કર્યો છે કે પ્રવર્તન નિર્દેશાલયે (ઇડી) કારણે તે સરકારી બેન્કો સાથે કર્જ મામલે સમજુતી કરી શક્યો ન હતો. લંડનની કોર્ટમાં માલ્યાએ સોમવારે આ નિવેદન કર્યું હતું. માલ્યાએ કહ્યું હતું કે ઇડીએ સમજુતીના પ્રયત્નોમાં વિધ્ન ઉભું કર્યું હતું.

  ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા હાલ લંડનમાં છે, જ્યાં તેને ભારત પ્રત્યાર્પણ કરવાની અરજી પર વેસ્ટમિંસ્ટર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. માલ્યા ભારતીય બેન્કોના 9000 કરોડ રૂપિયા લઈને ફરાર છે.

  માલ્યાએ જસ્ટિસ એમએસ આઝમી સામે પોતાના વકીલ દ્વારા કહ્યું હતું કે છેલ્લા બે ત્રણ વર્ષમાં સતત પ્રયત્નોમાં જ્યારે પણ સરકારી બેન્કોને પૈસા પાછા કરવાનો પ્રયત્ન કર્યો તો ઇડીએ પ્રક્રીયામાં મદદ કરવાના બદલે દરેક પગલે વિધ્નરુપ બન્યા હતા.

  માલ્યાએ ઇડીની ભાગેડુ જાહેર કરતી અરજી પર આપત્તિ વ્યક્ત કરતા મુંબઈ સ્થિતિ વિશેષ પીએમએલએ કોર્ટમાં પોતાના વકીલો દ્વારા દાખલ કરેલા 137 પાનોના જવાબમાં પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું છે કે તે ભાગેડુ નથી પણ આ મામલામાં લંડનની પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહ્યો છે. તેથી એમ ના કહી શકાય કે વિજય માલ્યા કાયદાથી બચવા દેશની બહાર છે.

  માલ્યાએ પોતાના જવાબમાં કહ્યું હતું કે આવી પરિસ્થિતિઓમાં એ પણ કહેવું ખોટુ હશે કે તેણે ભારત જવાથી ના પાડી દીધી છે. કોઈ દેશના કાયદાનું પાલન ન કરનારને ભાગેડુ, આર્થિક અપરાધી કહી શકાય નહીં. હવે 10 ડિસેમ્બરે આ મામલે નિર્ણય આવશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Vijay Mallya, ઇડી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन