Home /News /india /

લાલુનો પરિવાર મુશ્કેલીમાં, મિસા ભારતી સામે મની લોન્ડ્રિંગ કેસમાં ચાર્જશીટ દાખલ

લાલુનો પરિવાર મુશ્કેલીમાં, મિસા ભારતી સામે મની લોન્ડ્રિંગ કેસમાં ચાર્જશીટ દાખલ

ચાર્જશીટમાં મીસા ઉપરાંત તેના પતિ શૈલેષની પણ નામ છે

મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ લાલુ યાદવની પુત્રી મીસા ભારતી સામે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં મીસા ઉપરાંત તેના પતિ શૈલેષ કુમારનું પણ નામ છે.

બિહારમાં 21 વર્ષ જૂના ઘાસચાર કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને સીબીઆઈની સ્પેશલ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ પહેલા લાલુને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો.

મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ લાલુ યાદવની પુત્રી મીસા ભારતી સામે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં મીસા ઉપરાંત તેના પતિ શૈલેષ કુમારનું પણ નામ છે.

રાજ્યસભાના સાંસદ મીસા ભારતીના ત્રણ ઠેકાણ પર સીબીઆઈએ થોડા દિવસો પહેલા જ એક હજાર કરોડની બેનામી સંપત્તિ મામલે દરોડા પાડ્યા હતા. બાદમાં મીસા અને તેના પતિ આઈટી ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂ થયા હતા.

ઈડીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ફાર્મ હાઉસ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ જ વર્ષે સપ્ટેમ્બરમાં ઈડીએ મીસા ભારતીના દિલ્હીની બાજુમાં આવેલા બિજવાસન વિસ્તાર સ્થિત ફાર્મ હાઉસને સીલ કર્યું હતું. મીસા અને શૈલેષના જવાબની સંતુષ્ટ ન થતા ઈડીએ આ કાર્યવાહી કરી હતી. આરોપ છે કે મીસા અને તેના પતિએ શેલ કંપનીઓ મારફતે આ ફાર્મ હાઉસ ખરીદ્યું હતું.

ચાર શેલ કંપનીઓ મારફતે એક કરોડ અને 20 લાખ રૂપિયા આવ્યા હતા. જેના દ્વારા આ પ્રોપર્ટીને ખરીદવામાં આવી હતી. આરોપ છે કે 2008-09માં શેલ કંપનીઓ દ્વારા ત્યારે પૈસા આવ્યા હતા જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલ મંત્રી હતા.
First published:

Tags: ED attach farmhouse of misa, ED chargesheet, Lalu yadav daughter, Misa bharti, Rajyasabha mp misa bharti, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन