ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (Enforcement Directorate)એ મંગળવારે કર્ણાટર કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની ધરપકડ કરી છે. મની લોન્ડ્રીંગ મામલામાં ઇડી (ED)એ ચાર દિવસની પુછપરછ પછી ડીકે શિવકુમાર (DK Shivakumar)ની ધરપકડ કરી છે. આ પહેલા તપાસ અધિકારીઓએ શુક્રવારે ચાર કલાક અને શનિવારે આઠ કલાક પુછપરછ કરી હતી.
અધિકારીઓના મતે પહેલા કરેલી પુછપરછ દરમિયાન કર્ણાટક (Karnataka)ના પૂર્વ કેબિનેટ મંત્રીએ ધનશોધન નિવારણ કાનૂન (પીએમએએલએ) પ્રમાણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. કર્ણાટક વિધાનસભાના સભ્ય શિવકુમાર 30 ઓગસ્ટે પ્રથમ વખત ઇડી સામે હાજર થયા હતા. ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે કર્ણાટક હાઇકોર્ટે ઇડીના સમન્સને પડકારતી શિવકુમારની અરજી ફગાવી દીધી હતી. આ પછી એજન્સી સામે હાજર થવું પડ્યું હતું.
શિવકુમારે પોતાની ઉપર લાગેલા આરોપોથી ઇન્કાર કર્યો છે. શિવકુમારે કહ્યું હતું કે 2017માં ગુજરાતની રાજ્યસભા સીટ ઉપર ચૂંટણી દરમિયાન ધારાસભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવવાના કારણે રાજનીતિક બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ મામલો આયકર વિભાગ દ્વારા શિવકુમાર સામે ગત વર્ષે દાખલ એક આરોપપત્રના આધારે નોંધ્યો છે. બેંગલોરની વિશેષ કોર્ટમાં દાખલ આ આરોપપત્રમાં શિવકુમાર ઉપર હવાલા દ્વારા કરોડો રુપિયા લેણદેણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર