ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભા ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે. તેવી સ્થિતિમાં આદર્શ આચાર સંહિતાનાં કથિત ઉલ્લંઘન અંગે પણ ઘણાં કેસ આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં એક ભાષણ આપ્યું હતું જે અંગે ચૂંટણી આયોગમાં ફરિયાદ થઇ છે. કોંગ્રેસની ફરિયાદ પછી ચૂંટણી આયોગે મહારાષ્ટ્રનાં નિર્વાચન અધિકારીઓ પાસેથી તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે.
કોંગ્રેસનો આરોપ છે કે પીએમ મોદીએ સોમવારે વર્ધામાં રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં વાયનાડથી ચૂંટણી લડવા અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી એટલા માટે વાયનાડ ગયા કારણ કે ત્યાં હિંદૂ અલ્પસંખ્યક છે અને ક્ષેત્રમાં મુસ્લિમની બહુમતી છે.
પીએમ મોદીએ સોમવારે કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિ કરવા માટે 'હિંદુ આતંક' શબ્દ ઉછાળવા પર કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અદાલતનાં નિર્ણયથી રાહુલ ગાંધી ડરી ગયા છે કે હિંદુ તેમને સબક શીખવાડશે. એટલે તેઓમાં હિંદુ બહુમતી ધરાવતા સંસદીય ક્ષેત્રોમાં ઉભા રહેવાનું સાહસ નથી. તેઓ ચૂંટણી માટે અન્ય અલ્પસંખ્યક બહુમકી સીટો તરફ દોડી રહ્યાં છે.
મોદીએ કહ્યું હતું કે, 'આપણી 5000 વર્ષ જૂની સંસ્કૃતિમાં આ પહેલીવાર છે કે કોંગ્રેસ -રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ શાંતિથી રહેતા હિંદુઓને આતંકવાદી કહેવાનું પાપ કર્યું છે. તેમણે આ બધુ વોટબેંકની રાજનીતિ માટે કર્યું છે. તેઓ આ માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. એટલે કોંગ્રેસ-એનસીપી સામાન્ય હિંદુઓને અપમાનિત કરવાનું કામ કરી રહી છે. '
કોંગ્રેસે મોદીનાં ભાષણ સામે ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે વડાપ્રધાનનાં નિવેદનો નફરત ઉત્પન્ન કરનારા છે અને વિભાજનકારી છે. એક સૂત્રએ શુક્રવારે કહ્યું કે, 'પીએમ મોદીનાં આ ભાષણ માટે મહારાષ્ટ્રનાં મુખ્ય નિર્વાચન અધિકારી પાસેથી તથ્યાત્મક રિપોર્ટ માંગવામાં આવી છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર