નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકો અનુભવાયો છે. બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં છેલ્લા મહિનામાં પાંચમી વખત ભૂકંપના ઝટકા અનુભવ્યા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનો રોહતક જિલ્લો હતો. જેના ઝટકા દિલ્હી-એનસીઆરમાં લાગ્યા છે.
થોડા દિવસો પહેલા પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના હળવો ઝટકો આવ્યો હતો. જોકે ઓછી તીવ્રતા હોવાના કારણે કોઆ જાનમાલનું નુકસાન થયું ન હતું.
આ પણ વાંચો - દેશનું નામ ઇન્ડિયાના બદલે ભારત કરવાની અરજી પર 2 જૂને સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે
ભૂકંપનું કેન્દ્ર હરિયાણનો રોહતક જિલ્લો હતો. જોકે દિલ્હી-એનસીઆર અને હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવ્યા હતા. રાત્રે લગભગ 9.08 કલાકે આવેલા ભૂકંપના ઝટકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવ્યા હતા.
જમીનની ફક્ત 5 કિમી અંદર હતું કેન્દ્ર
પંજાબ અને હરિયાણામાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપ એટલે મોટો ખતરો માનવામાં આવે છે કારણ કે તેનું કેન્દ્ર જમીનથી ફક્ત 5 કિમી અંદર હતું.
Published by:News18 Gujarati
First published:May 29, 2020, 22:17 pm