પાકિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, રસ્તાઓ તૂટ્યા, 4 ના મોત

News18 Gujarati
Updated: September 24, 2019, 6:53 PM IST
પાકિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, રસ્તાઓ તૂટ્યા, 4 ના મોત
દિલ્હી-એનસીઆરમાં મંગળવારે સાંજે 4.40 મિનિટની આસપાસ આંચકો અનુભવાયો

દિલ્હી-એનસીઆરમાં મંગળવારે સાંજે 4.40 મિનિટની આસપાસ આંચકો અનુભવાયો

  • Share this:
દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં મંગળવારે સાંજે ભૂકંપ (Earthquake)નો આંચકો આવ્યો હતો. ઉત્તર ભારત સહિત કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુવાવાયા છે. પાકિસ્તાનનું રાવલપિંડી ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. પીઓકેના મીરપુરમાં પણ જોરદાર ઝટકા જોવા મળ્યા હતા. પીઓકેના ઘણા મકાનો અને દુકાનોમાં તિરાડો પડી ગઈ હતી. એક નહેર તુટી હોવાના પણ સમાચાર છે. પાકિસ્તાની મીડિયાના મતે આ ભૂકંપમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 76 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

જાણકારી પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં મંગળવારે સાંજે 4.40 મિનિટની આસપાસ આંચકો અનુભવાયો હતો. ચંદીગઢ, પંજાબમાં પણ લોકો ભૂકંપના કારણે બહુમાળી ઇમારતોમાથી બહાર નિકળી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.1 આંકવામાં આવી છે.આ પણ વાંચો - ટ્રમ્પ પાકિસ્તાની પત્રકાર પર ભડક્યા, ઈમરાન ખાનની સામે જ કરી ફજેતી

ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાન (Pakistan)ના રાવલપિંડી(Rawalpindi) માં છે. પાકિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા આવ્યા હતા.  પાકિસ્તાનમાં ભૂકંપની ઘણી અસર થઇ છે. રોડ-રસ્તા તુટી ગયા છે.

ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને પોતાના ઘરો અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. પાકિસ્તાનની સરહદે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા વધારે અનુભવાયા હતા.
First published: September 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading