જમ્મુ-કાશ્મીર, હરિયાણા સહિત ઉત્તર-પૂર્વ ભારતમાં ભૂકંપના આંચકા

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં બુધવારે સવારે ઓછી તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં સવારે 5.15 કલાકે 4.6ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

News18 Gujarati
Updated: September 12, 2018, 11:00 AM IST
જમ્મુ-કાશ્મીર, હરિયાણા સહિત ઉત્તર-પૂર્વ ભારતમાં ભૂકંપના આંચકા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 12, 2018, 11:00 AM IST
જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં બુધવારે સવારે ઓછી તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં સવારે 5.15 કલાકે 4.6ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીજી તરફ હરિયાણામાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. ઝજ્જરમાં પણ ભૂકંપનું કેન્દ્રબિન્દુ હોવાની માહિતી મળી રહી છે. અહીં સવારે 5.43 કલાકે 3.1ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બે દિવસ પહેલા રાજધાની દિલ્હીમાં પણ સતત બે દિવસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનું એપી સેન્ટર મેરઠ અને હરિયાણા બોર્ડરની આસપાસ હતું.

આ ઉપરાંત ભૂટાનના થિમ્પુમાં 5.4ની તિવ્રતાના આંચકા અનુભવાયા હતા. સાથે સાથે પટના સહિત બિહારના કેટલાક જિલ્લાઓમાં પણ ભૂકંપન આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત આસામમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સદનસિબે ભૂકંપમાં કોઇ જાનહાનિ થઇ નથી.

સોમવારે પણ ઝજ્જર અને દિલ્હીમાં અનુભવાયા હતા ભૂકંપા આંચકા

હરિયાણના ઝજ્જર જિલ્લામાં સોમવારે મધ્યમ તિવ્રતાના ભૂકંપનો આંચકા આવ્યા હતા. આના 24 કલાક પહેલા પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (એનસીએસ)ના જણાવ્યા પ્રમાણે સોવારે સવારે 6 વાગ્યને 28 મિનિટ પર ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તિવ્રતા 3.7 માપવામાં આવી હતી. જેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમિટર અંદર હતું. ભૂકંપના આંચકા રાજધાની દિલ્હીમાં અનુભવાયા હતા. આજ વિસ્તારમાં રવિવારે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપીય ક્ષેત્ર ચારમાં આવે છે દિલ્હી અને આસપાસના વિસ્તારો

એનસીએસના ડાયરેક્ટર વિનીત કુમાર ગહેલોતના જણાવ્યા પ્રમાણે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ભૂકંપીય ક્ષેત્ર ચારમાં આવે છે. તેમણે જણાવ્યું કે, આજ કારણ છે કે, રોહતક, ઝજ્જર, સોહના, પાનીપતમાં નાના અને મધ્યમ તીવ્રતાના ભૂકંપ આવે છે. અને જેની અસર દિલ્હી સુધી અનુભવાય છે. દેશમાં હિમાલયી વિસ્તાર, પૂર્વોત્તર અને અંડમાન નિકોબાર દ્વીપસમૂહ દેશમાં ભૂકંપીય ક્ષેત્ર પાંચમાં આવે છે.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...