દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા, ભૂકંપની તીવ્રતા 5.3 આંકવામાં આવી

News18 Gujarati
Updated: November 19, 2019, 8:34 PM IST
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા, ભૂકંપની તીવ્રતા 5.3 આંકવામાં આવી
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા

ઉત્તર ભારતના ઘણા ભાગમાં ભૂકંપના ઝટકા અનુભવાયા

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR Earthquake) ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મંગળવારે સાંજે લગભગ 7.05 કલાકે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપ (Earthquake)ના ઝટકા આવ્યા હતા. ઉત્તર ભારતના ઘણા ભાગમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 આંકવામાં આવી છે.

મળેલી જાણકારી પ્રમાણે ભૂકંપના ઝટકા નોએડા સાથે ઉત્તરાખંડમાં અનુભવાયા હતા. ભૂંકપનું કેન્દ્ર બિંદુ ભારત અને નેપાળે સરહદે (India-Nepal Border) હોવાનું માનવામાં આવે છે.

જાણકારી પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં ભૂંકપના ઝટકા જે લોકોએ અનુભવ્યા હતા તે પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર નિકળી આવ્યા હતા. ભૂકંપમાં હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

આ પણ વાંચો - જ્યારે લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું - રાહુલ ગાંધી આજે રજા પર છે


ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઘણા દિવસોથી નાના-મોટા ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. સોમવારે કચ્છમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી લગભગ 23 કિમી દૂર હતું. ગુજરાતમાં સતત ભુકંપના આંચકા યથાવત છેલ્લા બે દિવસમા પાંચ જેટલા નાના મોટા ભૂકંપના ઝટકા આવ્યા છે. રાજ્યમા 1 નવેમ્બરથી આજ સુધી 96 ભૂકંપના આંચકા આવ્યા છે. સૌથી વધુ ઝટકા સૌરાષ્ટ્રમાં 40 આંચકા આવ્યા જ્યારે કચ્છમાં 32 આંચકા આવ્યા છે. ચાલુ વર્ષે 4 કરતા વધુ તીવ્રતાના 5 આંચકા અનુભવાયા છે. ગુજરાતમા વર્ષે અંદાજે 500-600 નાના મોટા ભૂકંપના આંચકા આવે છે.
First published: November 19, 2019, 7:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading