NCP ચીફ શરદ પવારે કહ્યું - અજીતનું નિવેદન ખોટું, BJP સાથે જવાનો સવાલ જ નથી

News18 Gujarati
Updated: November 24, 2019, 10:52 PM IST
NCP ચીફ શરદ પવારે કહ્યું - અજીતનું નિવેદન ખોટું, BJP સાથે જવાનો સવાલ જ નથી
અજીત પવારે ટ્વિટ કરીને કહ્યું - શરદ પવાર જ મારા નેતા, હંમેશા NCPમાં જ રહીશ

અજીત પવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે શરદ પવાર જ મારા નેતા, હંમેશા NCPમાં જ રહીશ

  • Share this:
મુંબઈ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિનંદનના સંદેશા પર મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અજીત પવારે પીએમ મોદીનો આભાર માનતા કહ્યું હતું કે અમે એક સ્થિર સરકાર સુનિશ્ચિત કરીશું, જે મહારાષ્ટ્રના લોકોના કલ્યાણ માટે મહેનત કરશે. આ સિવાય અજીત પવારે એક ટ્વિટ કર્યું હતું કે શરદ પવાર (Sharad Pawar) સાહેબ જ અમારા નેતા રહેશે. હું એનસીપી (NCP)છું અને હંમેશા એનસીપીમાં જ રહીશ. એનસીપી અને બીજેપીનું ગઠબંધન આગામી પાંચ વર્ષ માટે જનતાના હીતમાં કામ કરશે. ગભરાવવાની જરુર નથી. બધું ઠીક છે. બસ તમારે થોડી ધીરજ રાખવી પડશે.

ભત્રીજા અજીત પવારના ટ્વિટ પછી એનસીપી ચીફ શરદ પવારે ટ્વિટ કરતા કહ્યું હતું કે બીજેપી સાથે ગઠબંધન બનાવવાનો સવાલ જ નથી એનસીપીએ સર્વસંમ્મતિથી શિવસેના અને કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. અજીત પવારનું નિવેદન ખોટું અને ભ્રમિત કરનાર છે. આવું નિવેદન લોકો વચ્ચે ભ્રમ ફેલાવવા અને ખોટી ધારણા બનાવવા માટે આપ્યું છે.

અજીત પવારે 5-7 મિનિટમાં બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓને પોતાના ટ્વિટર હેન્ડસથી આભાર માન્યો છે. અજીત પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય અમિત શાહ, નિર્મલા સીતારમણ, નીતિન ગડકરી, પીયુષ ગોયલ, સદાનંદ ગૌડા, મુખ્તાર અબ્બાસ નકવી, જગત પ્રકાશ નડ્ડા, રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાનીનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો - બીજેપીના આ નેતા પહોંચતા જ મહારાષ્ટ્રમાં શરૂ થઈ હતી ડીલ, અજિત પવારની આ માંગ હતી- રિપોર્ટ





અજીત પવારે પોતાના ટ્વિટર હેન્ડલનું સ્ટેટ્સ બદલી નાખ્યું છે. પહેલા પૂર્વ ડિપ્ટી સીએમ લખેલું હતું. હવે પોતાના ટ્વિટ બાયોમાં ‘મહારાષ્ટ્ર્ના ડિપ્ટી સીએમ’ કરી નાખ્યું છે.

બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે ચાલેલી બેઠક ખતમ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની એનસીપી સાથે લગભગ 1.5 કલાક બેઠક ચાલી હતી. મુંબઈમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પીયુસ ગોયલ અને ભુપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક પછી બીજેપી નેતા આશિષ શેલારે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરશે.
Published by: Ashish Goyal
First published: November 24, 2019, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading