Home /News /india /ગોવાના જાહેર સ્થળો પર હવે નહીં પી શકો દારૂ

ગોવાના જાહેર સ્થળો પર હવે નહીં પી શકો દારૂ

    ગોવાનું નામ સંભળાય કે તરત આપણને મોજ મસ્તીનો જ વિચાર આવે. ગોવાના પ્રવાસમાં ગુજરાતીઓ ઘણાં મોટા પ્રમાણમાં હોય છે. દેશ વિદેશમાંથી અહીંયા લોકો મજા માણવા આવે છે. ગોવા સરકારે જાહેર જગ્યાઓ પર દારૂ પીવા અને ગંદકી ફેલાવવા સામે કડક પગલા લીધા છે.

    ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યમાં હવે જાહેરમાં દારૂ પીવો ભારે પડી શકે છે. ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે પર્રિકરે કહ્યું છે કે, 'ધ્યાન આપો, ઓગસ્ટ મહિનાથી કોઇપણ વ્યક્તિ ગોવાના જાહેર સ્થળ પર દારૂ પીતા દેખાયા તો તેમને ભારે દંડ કરવામાં આવશે. અમે આ અંગે થોડા જ સમયમાં અધિસૂચના જાહેર કરવાના છે. હું આને ઓગસ્ટ મહિના પહેલા લાવવા માંગુ છું. આ રીતે જ ગંદકી કરનારાઓ પાસેથી પણ 2500 રૂપિયાનો દંડ ચુકવવો પડશે.'

    તેમણે જ્યાં-ત્યાં બીયરની ખાલી બોટલો ફેંકીને ગંદકી કરનારાઓને પણ ચેતવણી આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે રિવર ફ્રંટ વિસ્તારમાં વિદ્યાર્થીઓને બીયર પીતા પકડ્યાં હતા અને તેમને ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું, 'મેં 2-3 વિદ્યાર્થીઓને બીયર બોટલ લઇ જતાં પકડ્યાં હતાં. જે યોગ્ય નથી.'

    પર્રિકર સરકાર આ સંબંધમાં એક નોટિસ જાહેર કરશે જે પછી સાર્વજનિક જગ્યાઓ પર શરાબ પીવા અને ગંદકી કરવા પર દંડ લાગશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Drinking alcohol, Manohar parikar, ગોવા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन