ટ્રમ્પનો ઉત્તર કોરિયા પર નરમ મિજાજ, કહ્યું કિમ સાથે વાતચીત માટે તૈયાર

  • Share this:
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સનકી તાનાશાહ સાથે વાત કરવાની તૈયારી બતાવી છે. ટ્રમ્પની આ તૈયારીને યુદ્ધના ભણાકારા વચ્ચે શુભસંકેત માનવામાં આવી રહ્યા છે. વિશ્વનો સૌથી શક્તિશાળી માણસ ડોનાલ્ડ ટ્રમ્પ અને સનકી તાનાશાહ કિમ જોગ ઉન એકબીજાની ધમકીઓથી હમેશા દુનિયા ચિંતામાં રહે છે. બંન્નેના ધમકીકર્યા નિવેદનોથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે.

આ તમામ ઘટનાઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવુ નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા જેનાથી લાગી રહ્યુ છે કે ટ્રમ્પ કિમ સામે ઝુકી ગયા. ટ્રમ્પે જણાવ્યુ કે તેઓ કિમ જોંગ સાથે ફોન પર વાત કરવા ઈચ્છે છે ટ્રંપના આ નિવેદનને શાંતિની દૃષ્ટિએ દુનિયા માટે શુભ સંકેત માનવામાં આવી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન સાથે તેઓ ફોન પર વાત કરવા તૈયાર છે જો તેઓ ઈચ્છે તો.

ડોનાલ્ડ ટ્રંપ, અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે હું નિશ્ચિત રૂપે કિમ જોંગ ઉન સાથે વાતચીત કરવા તૈયાર છું, મને આમ કરવાથી કોઈ મુશ્કેલી નથી. હું હંમેશા વાતચીતમાં વિશ્વાસ રાખુ છું, તેનો અર્થ કોઈ પૂર્વ શરત વિના વાતચીત કરવાનો નથી. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે વાતચીતથી પ્યોંગયાંગના પરમાણુ કાર્યક્રમ વિવાદને પહોંચી વળવા મદદ મળશે.

બે વર્ષ કરતા વધુ સમય બાદ પહેલી વખત ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે સત્તાવાર રીતે વાતચીત જવા થઈ રહી છે અને ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે, આ વાતચીત સફળ રહેશે.

ડોનાલ્ડ ટ્રંપ, અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું ઈચ્છું છું કે, આ વાતચીત ઓલમ્પિક્સથી આગળ નીકળે. યોગ્ય સમય આવતા અમેરિકા પણ આ પ્રક્રિયામાં સામેલ થશે. જો આ વાતચીતથી કોઈ પરિણામ નીકળે તો આ માનવતા માટે ખુબ મોટી વાત છે. ટ્રંપના આ નિવેદને દુનિયાને રાહત તો આપી છે પરંતુ જો તાનાશાહ કિમ જોંગ ઉન ટ્રમ્પની આ નમ્રતાને કેવી રીતે જોવે છે.
First published: