ઇરાન પર હુમલો કરવાનાં હતા ટ્રમ્પ, 150 લોકો મરવાની શક્યતાથી અટકાવી દીધો

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શુક્રવારે કહ્યું કે તેમણે ઇરાન પર સૈન્ય કાર્યવાહી એટલે ન કરી કારણ કે આમાં 150 સામાન્ય નાગરિક મરી જાત.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શુક્રવારે કહ્યું કે તેમણે ઇરાન પર સૈન્ય કાર્યવાહી એટલે ન કરી કારણ કે આમાં 150 સામાન્ય નાગરિક મરી જાત. ગુરૂવારે ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું હતું. જે પછી બંન્ને દેશો વચ્ચે સંબંધ વધારે ખરાબ થઇ ગયા છે. આ પછી યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે.

  ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની ઇરાન પર ત્રણ જગ્યાએ હુમલો કરવાની યોજના હતી. આ મામલા પર ઇરાનનું કહેવું છે કે ડ્રોને તેના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે વોશિંગટને કહ્યું કે ડ્રોન ઇન્ટરનેશનલ એરસ્પેસમાં તોડી પાડવામાં આવ્યું. ટ્રમ્પે એનબીસીનાં મીટ ધ પ્રેસ પ્રોગ્રામનાં એક ઇન્ટરવ્યૂ દરમિયના વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, 'મને આ સારૂં નથી લાગતું.'

  આ પણ વાંચો : ટ્રમ્પ-પુતિનને પછાડી દુનિયાનાં સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા PM મોદી

  ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડવાને કારણે બંન્ને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઇ છે. બંન્ને દેશો વચ્ચેનાં સંબંધ પહેલાથી જ બગડેલા છે. ઇરાનથી તેલનાં નિકાસમાં રુકાવટની આશંકાને કારણે શુક્રવારે તેલની કિંમતોમાં 1 ટકા વધીને 65 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. ઇરાની સૂત્રોએ ન્યૂઝ એજન્સી રોયટર્સનાં અહેવાલથી ઘણાં ખુલાસા કર્યા. જે પ્રામણે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇરાન પર હુમલો થવાનો હતો પરંતુ હું યુદ્ધની તરફેણમાં નથી અને વાતચીત કરવા માંગુ છું.

  આ પણ વાંચો : દારૂબંધીને કારણે આવક ઘટે છે, તે કેન્દ્ર ભરપાઇ કરે: નિતીન પટેલની કેન્દ્રમાં માંગણી

  ઇરાને ડ્રોનનો કાટમાળ દેખાડતા શુક્રવારના રોજ કહ્યું કે ઓમાનની ખાડીની ઉપર ઉડી રહેલા અમેરિકાના જાસૂસી ડ્રોનને તોડી પાડતા પહેલાં બે વખત વોર્નિંગ આપી હતી. ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને જોતા કેટલીય આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે ઇરાન અને આસપાસથી પસાર થનાર આવતી-જતી ફ્લાઇટસને રોકી દીધી છે.
  Published by:Kaushal Pancholi
  First published: