Home /News /india /

સિંગાપુરમાં ટ્રમ્પ-કિમની બોડી લેંગવેજ ખોલી દે છે તેમનું રહસ્ય

સિંગાપુરમાં ટ્રમ્પ-કિમની બોડી લેંગવેજ ખોલી દે છે તેમનું રહસ્ય

    જો બોડી લેંગવેજ એક્સપર્ટની માનીએ તો સિંગાપુરમાં ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે થયેલ હાઇ પ્રોફાઇલ મિટિંગમાં બંન્ને નેતાઓએ પહેલા 60 સેકન્ડમાં એકબીજા પર હાવી થવાનો પ્રયત્ન કર્યો. હાથ મિલાવ્યાં દરમિયાન બંન્ને નેતા આ અંગે ઘણાં સતર્ક રહ્યાં. ટ્રમ્પની બોડી લેન્ગવેજ જણાવી રહી હતી કે તેઓ એવું બતાવવા માંગી રહ્યાં હતાં કે તેઓ લીડર છે અને તે આ મિટિંગનું નેતૃત્વ કરશે.

    આખી વાતચીત દરમિયાન ટ્રમ્પ બોલતા રહ્યાં અને કિમ જોંગ તેમને સાંભળતા હોય તેવું દેખાયું. જોકે આ દરમિયાન કિમ જોંગે ટ્રમ્પના હાથને પણ થપથપાવ્યો તેથી એવું લાગે કે તેમનું આ વાતચીત પર નિયંત્રણ છે. આ પછી ટ્રમ્પ આગેવાની કરવાની બોડીલેંગવેજમાં કિમ જોંગની સાથે લાઇબ્રેરી તરફ જતાં દેખાયા. ટ્રમ્પે આ દરમિયાન પોતાનો હાથ કિમ જોંગની પીઠ પર મુક્યો.

    પરંતુ લાઇબ્રેરી પહોંચીને ખુરશી પર બેઠા પછી બંન્ને નેતા નર્વસ દેખાયા. ટ્રમ્પના ચહેરા પર એક અજીબ મુસ્કાન હતી અને તે પોતાના હાથને એકબીજા પર ફેરવી રહ્યાં હતાં. જ્યાં કિમ જોંગ નીચે જમીનની તરફ જુવે છે.

    ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ મિટિંગ પહેલા જ જાણી લેશે કે શું ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ શાંતિ માટે ગંભીર છે કે નહીં. તેમણે કહ્યું હતું કે મને જલ્દી જ ખબર પડી જશે કે તેમને કાંઇ સારૂ કરવું છે કે નહીં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Singapore

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन