30 જૂન સુધીમાં પાન કાર્ડ સંબંધિત આ કામ કરી લો, નહિતર આ સમસ્યાઓ થશે

News18 Gujarati
Updated: June 13, 2018, 6:43 PM IST
30 જૂન સુધીમાં પાન કાર્ડ સંબંધિત આ કામ કરી લો, નહિતર આ સમસ્યાઓ થશે
News18 Gujarati
Updated: June 13, 2018, 6:43 PM IST
જો તમે હજી સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો તમને ઘણી સમસ્યા આવી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે પાન કાર્ડને આધારની સાથે લિંક કરવા માટે અંતિમ સમય લંબાવી 30 જૂન સુધીનો કર્યો છે. સીબીડીટીએ આધાર સાથે પાન કાર્ડને તારીખ ચારવાર લંબાવી છે. ઓનલાઇન રિટર્ન ભરવા માટે સૌથી પહેલા તમારા આધાર કાર્ડને પાન સાથે જોડવાનું હોય છે. સરકારે પાન ની સાથે આધાર કાર્ડને જોડવાનું અનિવાર્ય બનાવ્યું છે.

આધારને PAN કાર્ડ સાથે ન જોડવાથી આ સમસ્યા આવશે

> નિષ્ણાતો કહે છે કે તમે ઑનલાઇન ITR ફાઇલ નહિ કરી શકો.
> તમારું ટેક્સ-રિફંડ અટકી શકે છે.

આવી રીતે તમે આધાર અને પેન કાર્ડ લિંક કરી શકો છો

1) વેબસાઇટની મારફત આવી રીતે લિંક કરોઃ સૌથી પહેલા આવકવેરા વિભાગની ઇ-ફાઈલિંગ વેબસાઇટ- (www.incometaxindiaefiling.gov.in) પર જાઓ. અહીં ડાબી બાજુ આપેલા લાલ રંગના લિંક બેઝ' બટન પર ક્લિક કરો. જો તમારું એકાઉન્ટ બનાવ્યું ન હોય તો રજિસ્ટ્રેશન કરો. લોગ ઇન કર્યા બાદ પેજ ખૂલી જશે. ઉપર બ્લુ સ્ટ્રિપમાં પ્રોફાઇલ સેટિંગ્સ પસંદ કરો. પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડને લિંક કરવાનો વિકલ્પ દેખાશે. એને સિલેક્ટ કરો. અહીં આપવામાં આવેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો. માહિતી ભર્યા પછી નીચે દેખાઈ રહેલા 'લિંક આધાર' ઓપ્શન પર ક્લિક કરો.

(2) આને મોબાઇલ મારફત પણ લિંક કરી શકાય છે- તમે એસએમએસ આધારિત સેવાનો ઉપયોગ કરીને, તમારા PANથી લિંક કરી શકાય છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને આધારને પાન સાથે લિંક કરી શકાય છે.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर