ભૂલથી પણ ન કરો પાન સંબંધી આ ભૂલો, નહિતર તમે ફસાઈ જશો

News18 Gujarati
Updated: June 13, 2018, 7:51 PM IST
ભૂલથી પણ ન કરો પાન સંબંધી આ ભૂલો, નહિતર તમે ફસાઈ જશો
News18 Gujarati
Updated: June 13, 2018, 7:51 PM IST
કેટલાક લોકો લોન લઈને પરત ન કરવા અથવા ઇએમઆઇ ચૂકી જવા પર ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ ન થાય એ માટે નવું પાન બનાવી લેતા હોય છે. આ સિવાય કેટલાક લોકો જાણીજોઈને ટેકસ બચાવવા માટે એક વધુ પાન કાર્ડ બનાવી લેતા હોય છે.
આમ કરવું ગુનો બને છે અને પકડાવાથી દંડ તેમ જ જેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે સરકારે હાલમાં જ આશરે 11.5 લાખ નકલી પાન કાર્ડ રદ કરી દીધાં છે.

એક કરતાં વધુ પાન કાર્ડ ધરાવવા વિશે કાયદો શું કહે છે?

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139એ હેઠળ, એક વ્યક્તિ એક જ પાન કાર્ડ રાખી શકે છે. સેક્શન 272બી હેઠળ, એસેસિંગ ઓફિસર એ લોકો પર રૂ.10,000ની દંડ લાદી શકે છે, જેઓ એક કરતાં વધુ પાન કાર્ડ ધરાવતા હોય છે.

(1) વધારાના પાન કાર્ડની સોંપણી અથવા કેન્સલ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકાય છે.

(2) આ માટે એનએસડીએલની વેબસાઈટ પર જાઓ અને પાન ચેંજ રિક્વેસ્ટ એપ્લિકેશન ફોર્મમાં અરજી કરો. આમાં તમારે જે પાન કાર્ડ રાખવું હોય એનો ઉલ્લેખ કરવાનો રહેશે.

(3) આ સિવાયનાં તમામ પાન રદ કરવાનાં રહેશે. જે વધારાના પાન કાર્ડની તમે સોંપણી કરવા માગો છો એનો ઉલ્લેખ આઇટમ નંબર 11માં કરવાનો રહેશે.
Loading...

ઑફલાઇન પ્રક્રિયા- ઑફલાઇનના માધ્યમથી વધારાના પાન કાર્ડની સોંપણી કરવા માટે એનએસડીએલ વેબસાઇટ પર જાઓ અને ફોર્મ 49એને ડાઉનલોડ કરી એની પ્રિંટ કાઢી લો. પછી આ ફોર્મ ભરી લો, વધારાનું કાર્ડ (જે રદ કરવાનું છે)ની માહિતી ભરો અને પછી તમારી નજીકની યુટીઆઇ અથવા એનએસડીએલ ટિન ફેસિલિટેશન સેન્ટરમાં જમા કરી દો.

વધારાનું પાન કાર્ડ જમા કરાવવા પર એની એક્નોલેજમેન્ટ સ્લિપ લેવાનું ભૂલશો નહિ. તમને જણાવી દઈએ કે ઓનલાઇન અથવા ઓફલાઇન પ્રક્રિયાનું પાલન કરવાથી એવું સુનિશ્ચિત નથી થઈ જતું કે પાન કાર્ડ કેન્સલ જ થઈ જશે. આના માટે તમારે તમારા અધિકાર ક્ષેત્રના એસેસિંગ ઓફિસરની પાસે જઈ વિશ્વાસ અપાવવો પડશે કે તમારી પાસે એકથી વધુ કાર્ડ ભૂલથી આવી ગયું હતું.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर