Home /News /india /

દેશદ્રોહના કેસ બાદ કોંગ્રેસ નેતા દિવ્યા સ્પંદનાએ મોદીને ફરી કહ્યા 'ચોર'

દેશદ્રોહના કેસ બાદ કોંગ્રેસ નેતા દિવ્યા સ્પંદનાએ મોદીને ફરી કહ્યા 'ચોર'

દિવ્યા સ્પંદના (ફાઇલ તસવીર)

એક્ટરમાંથી રાજકારણમાં પ્રવેશ કરનારી દિવ્યા સ્પંદનાએ આ પહેલા નરેન્દ્ર મોદીના મીણના પૂતળાની એક તસવીર પોસ્ટ કરી હતી.

    નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી વિરુદ્ધ અશોભનિય ટ્વિટ કરવા અંગે દેશદ્રોહનો કેસ દાખલ થયાના બીજા દિવસે કોંગ્રેસ નેતા દિવ્યા સ્પંદનાએ ફરી એક વખત મોદીને લઇને ટ્વિટ કર્યું છે. દિવ્યા સ્પંદનાએ ફરી વડાપ્રધાન મોદીને 'ચોર' કહ્યા છે.

    દિવ્યાએ ટ્વિટમાં લખ્યું છે કે, "મિત્રો, મને સહકાર આપવા બદલ તમારો આભાર. જે લોકોને મારું ટ્વિટ પસંદ નથી પડ્યું તેના વિશે તો હું શું કહી શકું? ફરી વખત આનાથી ચડિયાતું ટ્વિટ કરીશ. ભારતમાંથી દેશદ્રોહનો કેસ નાબૂદ કરી દેવો જોઈએ. કારણ કે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. જેમણે મારા સામે ફરિયાદ કરી છે તેમના માલુમ પડે કે #પીએમ ચોર હૈ."

    એક્ટરમાંથી રાજકારણમાં પ્રવેશ કરનારી દિવ્યા સ્પંદનાએ આ પહેલા નરેન્દ્ર મોદીના મીણના પૂતળાની એક તસવીર પોસ્ટ કરી હતી. જેના કપાળ પર 'ચોર' શબ્દો લખેલો હતો. દિવ્યાએ આ ટ્વિટ 'ચોર પીએમ ચૂપ હૈ'ના હેઝ ટેગ સાથે પોસ્ટ કરી હતી. નોંધનીય છે કે દિવ્યા દક્ષિણ ભારતમાં રામ્યા તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે.

    દિવ્યા વિરુદ્ધ લખનૌના વકીલ સૈયદ રિઝવાન અહમદે કેસ દાખલ કરાવ્યો છે. અહમદે જણાવ્યું કે, ટ્વીટ અપમાનજનક હતું. વડાપ્રધાન પ્રજાસત્તાક ભારતના પ્રતિનિધિ છે. એટલા માટે આ ટ્વિટ રાષ્ટ્ર માટે દુર્ભાગ્ય છે અને અપમાન સમાન છે.

    દિવ્યા સામે ફરિયાદ લેવા બદલ ઉત્તર પ્રદેશ પોલીસનો આભાર વ્યક્ત કરતા અહમદે ટ્વટિ કર્યું છે કે પીએમ મોદી અને તેમની ટીમે પીએમ સામે અશોભનિયા વાણીવિલાસ કરનાર લોકોને રોકવા જોઈએ. અહમદે લખ્યું છે કે, "મેં અને મારા મિત્રએ ટ્વિટ બાદ ફરિયાદ દાખલ કરાવી. પીએમ ફક્ત કોઈ પાર્ટીના નહીં પરંતુ આખા દેશના છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Divya Spandana, Sedition Case, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन