દિગ્વિજય સિંહનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - ભગવાધારી મંદિરોમાં કરી રહ્યા છે રેપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એક વખત ભગવા પર નિશાન સાધ્યું

News18 Gujarati
Updated: September 17, 2019, 6:01 PM IST
દિગ્વિજય સિંહનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - ભગવાધારી મંદિરોમાં કરી રહ્યા છે રેપ
દિગ્વિજય સિંહનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - ભગવાધારી મંદિરોમાં કરી રહ્યા છે રેપ
News18 Gujarati
Updated: September 17, 2019, 6:01 PM IST
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે (Digvijay Singh) ફરી એક વખત ભગવા પર નિશાન સાધ્યું છે. મંગળવારે ભોપાલમાં સંત સમાગમમાં તેમણે કહ્યું હતું કે આખા દેશમાં મઠ-મંદિરોને રાજનીતિક અડ્ડો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મંદિરોમાં દુષ્કર્મ (રેપ) થઈ રહ્યા છે. ભગવાધારી દુષ્કર્મ કરી રહ્યા છે અને ચૂરણ વેચી રહ્યા છે. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે સનાતન ધર્મને બદનામ કરનારને ઇશ્વર માફ કરશે નહીં.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં સંત સમાગમમાં આવેલા દિગ્વિજય સિંહે ધર્મના નામે કરવામાં આવી રહેલા ધતિંગ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હાલનાં દિવસોમાં મઠ-મંદિરોને રાજનીતિક અડ્ડો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જે ખતરનાક છે. તેમણે કોઈનું નામ લીધા વગર કહ્યું હતું કે સાધુ-સંતોના વેશમાં ભગવાધારી મંદિરોમાં દુષ્કર્મ કરી રહ્યા છે. આજના જમાનામાં ભગવા વસ્ત્ર પહેરીને ચૂરણ વેચવાનું કામ થઈ રહ્યું છે. સનાતન ધર્મને બદનામ કરનારને ઇશ્વર માફ કરશે નહીં.


Loading...

આ પણ વાંચો - નંબર પ્લેટ વગરનું ઍક્ટિવા ચલાવતા પોલીસે ફટકાર્યો 1 લાખ રૂપિયાનો દંડ!

દિગ્વિજય સિંહે કહ્યું હતું કે જેટલા પણ ધાર્મિક સ્થાન સરકારી જમીન પર બન્યા છે. તે જમીનનો પટ્ટો મઠો અને મંદિરોને આપવો જોઈએ. કમલનાથ સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે ગત સરકારમાં આનંદ વિભાગ બનાવ્યો હતો. પણ કમલનાથ સરકારે ધર્મસ્વ અને આધ્યાત્મ વિભાગ બનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે પ્રદેશમાં જેટલી પણ સંસ્કૃત પાઠશાળાઓ ચાલી રહી છે તેમની દેખરેખ અને વ્યવસ્થાની જવાબદારી સરકારે પોતાના હાથમાં લેવી જોઈએ.

દિગ્વિજય સિંહે સંત સંમેલનમાં બીજેપીના જય શ્રીરામના નારાનો જવાબ આપ્યો હતો. તેમણે સંતોને કહ્યું હતું કે જય શ્રીરામના સ્થાને જય સિયારામનો નારો લગાવે.

(અનુરાગ શ્રીવાસ્તવથી ઇનપુટ)
First published: September 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...