Home /News /india /

Exit Poll Results 2019: દિગ્વિજય સિંહ બોલ્યા - 2004 જેવી બની રહી છે સ્થિતિ

Exit Poll Results 2019: દિગ્વિજય સિંહ બોલ્યા - 2004 જેવી બની રહી છે સ્થિતિ

Exit Poll Results 2019: દિગ્વિજય સિંહ બોલ્યા - 2004 જેવી બની રહી છે સ્થિતિ

દિગ્વિજય સિંહે કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં 14 થી 17 સીટો ઉપર કોંગ્રેસ જીતી રહી છે

  લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલના રિઝલ્ટ સામે આવી ગયા છે. અત્યાર સુધીના એક્ઝિટ પોલના મતે કેન્દ્રમાં ફરી એક વખત એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. જોકે એબીપી-સીએસડીએસના મતે પશ્ચિમ યૂપી અને અવધ રીઝનમાં કુલ 50 સીટોમાંથી બીજેપીને ફક્ત 13 સીટો મળતી જોવા મળી રહી છે. જ્યારે મહાગઠબંધનના ખાતામાં 35 સીટો આવી રહી છે.

  એક્ઝિટ પોલ પછી નેતાઓના નિવેદન આવવાના શરુ થઈ ગયા છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભોપાલ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહના મતે આ વખતે 2004ની સ્થિતિ બની ગઈ છે. તે સમયે અટલ બિહારી વાજપેયીને ફરી પીએમ બનાવી રહ્યા હતા. આજે 2019માં આવી જ સ્થિતિ બની છે. કોઈ સર્વે ઉપર વિશ્વાસ કરતો નથી, બધુ 23 મે ના રોજ સ્પષ્ટ થઈ જશે.

  આ પણ વાંચો - તમામ એક્ઝિટ પોલ્સનું માનીએ તો કેન્દ્રમાં ફરી બને શકે છે મોદી સરકાર

  દિગ્વિજય સિંહે કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં 14 થી 17 સીટો ઉપર કોંગ્રેસ જીતી રહી છે. દેશમાં કેટલી સીટો મળશે તે વિશે કશું કહીં ના શકું કારણ કે આ વખતે મધ્ય પ્રદેશથી બહાર ગયો નથી. દિગ્વિજય સિંહે એ પણ દાવો કર્યો છે કે ભોપાલ સીટ જીતી રહ્યો છું સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર તેમણે કહ્યું હતું કે કોઈ ચિંતા નથી. બીજો કોઈ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હોત તો પણ આ જ રીતે ચૂંટણી લડત.

  ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં લોકસભાની 29 સીટો છે. ગત વખતે મધ્ય પ્રદેશને લઈને લગભગ બધા એક્ઝિટ પોલ સાચા પડ્યા હતા. પ્રદેશમાં લગભગ બધા એક્ઝિટ પોલના પરિણામમાં બીજેપીને 26ની આસપાસ સીટો આપી હતી. આ વખતે એક્ઝિટ પોલ પરિણામ બીજેપીને 20થી વધારે સીટો આપી રહ્યા છે.

  (દિગ્વિજય સિંહ સાથે અશરફ કાઝમીની વાતચીત)
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Chanakya, Highlights, Latest News, Latest updates, Live Blog, Live updates, Lok Sabha Election, Lok sabha election results 2019, Lok Sabha Elections 2019

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन