કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પ્રશંસા કરી છે. વિંગ કમાન્ડર અભિનંદનની વાપસીના સંબંધમાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ઇમરાન ખાને સાબિત કરી દીધું છે કે તે એક સારા પાડોશી છે. સાથે દિગ્વિજયે કેન્દ્ર સરકારને એર સ્ટ્રાઇકની સાબિતી આપવા કહ્યું હતું.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ઇન્દોર આવ્યા હતા. ત્યાં તેમણે મીડિયા સામે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પ્રશંસા કરી હતી. દિગ્વિજય સિંહે વિંગ કમાન્ડર અભિનંદનની વાપસી પર બોલ્યા હતા કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન જીને અભિનંદન આપુ છું. તેમણે સાબિત કર્યું છે કે તે સારા પાડોશી છે. દિગ્વિજયે આગળ કહ્યું હતું કે પાકિસ્તાને હવે આતંકી સરગના હાફિઝ સઇદ અને અઝહર મસુદને પણ ભારતને સોંપી દેવો જોઈએ.
દિગ્વિજય સિંહે કહ્યું હતું કે હું માનું છું કે પાકિસ્તાનની સરકારે ઘણી મોટી સદભાવના બતાવી છે. તે પણ એવા સમયે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધ વણસ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આપણા પાયલોટને પાછો આપ્યો છે તે એક ઘણું સારું પગલું છે. પાકિસ્તાને હવે હાફિઝ સઇદ અને અઝહર મસુદને અમને સોંપી દે.
દિગ્વિજય સિંહે કહ્યું હતું કે પાકિસ્તાન સામે હાલમાં કરેલી એર સ્ટ્રાઇક પર પીએમ મોદી ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે જેમ અમેરિકાએ લાદેન વિશે સાબિતી આપી હતી તે રીતે કેન્દ્ર સરકારે પણ એર સ્ટ્રાઇકની સાબિતી આપવી જોઈએ. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે પાર્ટી મને કહે છે તો હું ચૂંટણી જરુર લડીશ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર