રાહુલ ગાંધીનું વિમાન ફક્ત 20 સેકન્ડ માટે ક્રેશ થતા-થતા બચ્યુ હતું : રિપોર્ટ
રાહુલ ગાંધીનું વિમાન ફક્ત 20 સેકન્ડ માટે ક્રેશ થતા-થતા બચ્યુ હતું : રિપોર્ટ
રાહુલ ગાંધીનું વિમાન ફક્ત 20 સેકન્ડ માટે ક્રેશ થતા-થતા બચ્યુ હતું
ઘટનાના દિવસે પાયલોટ ખામી ઉપર નિયંત્રણ મેળવવા અસફળ રહ્યો હોત તો 20 સેકન્ડની અંદર રાહુલનું પ્લેન ક્રેશ થવાની સંભાવના હતી. વિમાન જ્યારે એક તરફ ઝુક્યું તો તે ઓટો પાયલોટ મોડ પર ચાલી રહ્યું હતું
વિધાનસભા ચુંટણી સમયે કર્ણાટકના પ્રવાસ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનમાં ટેકનિકલી ખામીના મામલે એક અંગ્રેજી અખબારે ડીજીસીએના રિપોર્ટનો ખુલાસો કર્યો છે. અંગ્રેજી અખબાર ધ હિન્દુ ના એક રિપોર્ટ પ્રમાણે જોઇન્ટ ડાયરેક્ટર લલિત ગુપ્તાએ કહ્યું હતું કે બે લોકોની ટીમ આ મામલે તપાસ કરી રહી હતી. એરક્રાફ્ટ ફાલ્કોન 2000 રેલિગેયર એવિએશનનું વિમાન છે અને તેને કોંગ્રેસે લીધું હતું.
ધ હિન્દુ ના રિપોર્ટ પ્રમાણે ડીજીસીએની તપાસમાં એ વાત સામે આવી છે કે વિમાનના હાઇડ્રોલિક સિસ્ટમમાં પરેશાની હતી. માનવામાં આવે છે કે તપાસ કમિટી વિમાનના ઓપરેશનલ સ્ટાફને પણ મેટેન્સસ ચેક સાથે જોડાયેલ રેકોર્ડ્સ માટે બોલાવી શકે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘટનાના દિવસે પાયલોટ ખામી ઉપર નિયંત્રણ મેળવવા અસફળ રહ્યો હોત તો 20 સેકન્ડની અંદર રાહુલનું પ્લેન ક્રેશ થવાની સંભાવના હતી. વિમાન જ્યારે એક તરફ ઝુક્યું તો તે ઓટો પાયલોટ મોડ પર ચાલી રહ્યું હતું.
કોંગ્રેસ તરફથી ઘટના પછી ફરીયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ત્રીજા પ્રયત્ને હુબલી એરપોર્ટ પર વિમાન ઉતર્યું હતું. આ દરમિયાન વિમાન ઘણું હલી રહ્યું હતું. મોસમના પૂર્વાનુમાન અને પ્લેનમાં સવાર યાત્રીઓના મતે તે સમયે મોસમ ઘણું ચોખ્ખું હતું. તડકો હતો અને હવાની ઝડપ પણ સામાન્ય હતી.
પ્લેનમાં બેસેલા લોકોની જિંદગી ખતરામાં મુકવા માટે જાણી જોઈને છેડછાડની આશંકા વ્યક્ત કરતા ફરિયાદમાં કહ્યું હતું કે પ્લેનમાં ઘણા ઝટકા લાગતા હતા. વિમાનની ઓટો પાયલોટ સિસ્ટમ પણ બરાબર કામ કરી રહી ન હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર