દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - સીએમ પદ માટે 50-50 ફોર્મ્યુલા ઉપર વાત થઈ નથી

News18 Gujarati
Updated: November 8, 2019, 7:23 PM IST
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - સીએમ પદ માટે 50-50 ફોર્મ્યુલા ઉપર વાત થઈ નથી
દેવેન્દ્ર ફડણવીસે રાજભવનમાં રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું

દેવેન્દ્ર ફડણવીસે રાજભવનમાં રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election)ના પરિણામ આવ્યાના બે સપ્તાહ થઈ ગયા છે પણ હજુપણ રાજ્યમાં સરકાર બનવાને લઈને કોઈપણ પાર્ટી વચ્ચે સમજુતી થઈ નથી. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે રાજભવનમાં રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરી શિવસેના ઉપર પ્રહાર કર્યો હતો. ફડણવીસે કહ્યું હતું કે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદને લઈને કોઈ વાયદો કરવામાં આવ્યો ન હતો. ક્યારેય પણ મારી સામે અઢી વર્ષના સીએમ પદને લઈને ચર્ચા થઈ ન હતી. ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવવાની વાત કરી હતી. મહારાષ્ટ્રમાં જનાદેશ ગઠબંધનને મળ્યો છે.

ફડણવીસે કહ્યું હતું કે ઘણા મુદ્દા ઉપર વાત કરવા માટે મેં ઉદ્ધવને ફોન કર્યો હતો પણ તેમણે મારો ફોન ઉપાડ્યો ન હતો. બીજેપી અને શિવસેના વચ્ચે ક્યારેય સીએમ પદને લઈને 50-50 ફોર્મ્યુલા પર નિર્ણય થયો નથી. મેં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, નીતિન ગડકરી સાથે પણ આ મુદ્દે પુછ્યું હતું. તેમણે પણ સીએમ પર 50-50 ફોર્મ્યુલા ઉપર કોઈ પ્રકારના નિર્ણયથી ઇન્કાર કર્યો હતો.

આ પણ વાંચો - ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવામાં આવશે, હવે મળશે Z Plus સુરક્ષા

ફડણવીસે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં અમને મોટો જનાદેશ મળ્યો હતો. વિધાનસભામાં પણ અમને સહયોગીના રુપમાં ચૂંટણીનો સામનો કરવો પડ્યો. જેમાં બીજેપી અને શિવસેનાને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. વિધાનસભામાં અમે 160થી વધારે સીટો જીતવા સફળ રહ્યા. જ્યારે રાજ્યમાં બીજેપી 105 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.

 
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading