કેન્દ્ર સરકારે IAS અધિકારીઓ પાસે માગી મિલકતની વિગત

કેન્દ્ર સરકારે તમામ IAS અધિકારીઓને તેમની મિલકતની વિગત આપવા જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે તમામ IAS અધિકારીઓને તેમની મિલકતની વિગત આપવા જણાવ્યું છે.

  • Share this:
કેન્દ્ર સરકારે અમલદારશાહીમાં ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. કેન્દ્ર સરકારે તમામ IAS અધિકારીઓને તેમની મિલકતની વિગત આપવા જણાવ્યું છે. સરકારે ચેતવણી આપી છે કે અગર જો અધિકારીએ આદેશનું પાલન ન કર્યું તો તેમનું પ્રમોશન અટકાવી દેવાશે અને વિદેશમાં તેમની નિમણૂક માટે જરૂરી વિજિલન્સ ક્લિયરન્સ આપવામાં આવશે નહીં. આ માટે સરકારે મિલકતની વિગત આપવાનો એક મહિનાનો સમય નક્કી કર્યો છે.

તમને જણાવી દઈએ કે આપેલી સૂચના મુજબ જે અધિકારીઓએ પહેલી ફેબ્રુઆરી, 2018 સુધી પોતાની આઇપીએલને જમા ન કરાવી તો તેમને સતર્કતાની મંજૂરી નહિ આપવા આવે અને ભારત સરકારમાં વરિષ્ઠ સ્તરના હોદ્દા માટે તેમના નામની વિચારણા કરવામાં આવશે નહીં.
First published: