19 મેનાં સાતમાં તબક્કાનું મતદાન, 918 ઉમેદવારનું ભાવિ થશે સીલ

લોક સભા ચૂંટણી 2019નાં અંતિમ સાતમાં તબક્કામાં 59 બેઠક પર મતદાન થવાનું છે

લોક સભા ચૂંટણી 2019નાં અંતિમ સાતમાં તબક્કામાં 59 બેઠક પર મતદાન થવાનું છે

 • Share this:
  નેશનલ ડેસ્ક: લોકસભા ચૂંટણી 2019 માટે 19 મેનાં રોજ સાતમાં તબ્બકાનું મતદાન થવા જઇ રહ્યું છે. સાતમા અને અંતિમ તબક્કાના મતદાન માટે શુક્રવારે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. અંતિમ તબક્કામાં 59 બેઠક પર મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, પંજાબની 13, બિહારની 8, ઝારખંડની 3, હિમાચલ પ્રદેશની 4 અને મધ્યપ્રદેશની 8 તો ચંદીગઢની 1 સીટ પર મતદાન થશે.

  અંતિમ તબક્કામાં કુલ 918 ઉમેદવાર મેદાનમાં છે. તો તેમાં કેટલાય દિગ્ગજ નેતાઓનાં ભાવિ ઈવીએમમાં સીલ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સીટ વારાણસીમાં પણ મતદાન થશે. પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ ફિરોજપુર સીટથી અને તેમની પત્ની હરસિમરત કૌર ભટિંડા સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

  કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અમૃતસર સીટથી અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહ બાદલની પત્ની પ્રળીત કૌર પટિયાલા સીટથી ચૂંટણી લડશે. ત્રણ વાર સાંસદ રહેલાં અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના હમીરપુરથી, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેને દુમકાથી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પીકે બંસલ ચંદીગઢથી ચૂંટણી લડશે. ચંદીગઢમાં બીજેપીની સાંસદ કિરણ ખેર સાથે તેમનો મુકાબલો થશે.

  પટના સાહિબ સીટ પર પણ રવિવારે મતદાન થશે. અહીં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ચૂંટણી લડી રહ્યા છે. તેમના વિરોધમાં કોંગ્રેસ તરફથી અભિનેતા શત્રુધ્ન સિન્હા મેદાનમાં છે. શત્રુધ્ન સિન્હા પટના સાહિબના સાંસદ છે, પણ તે 2014માં ભાજપની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. આ સમયે તે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જંગમાં ઉતર્યા છે.
  Published by:Margi Pandya
  First published: