CICના આદેશ પછી પણ કાળા નાણાની વિગતો આપવાનો PMOનો ઇનકાર

News18 Gujarati
Updated: November 26, 2018, 8:55 AM IST
CICના આદેશ પછી પણ કાળા નાણાની વિગતો આપવાનો  PMOનો ઇનકાર
પીએમઓએ રવિવારે આરટીઆઈ અધિનિયમના પ્રાવધાન પ્રમાણે સીઆઈસીની સાથે કાણા નાણાંની માહિતી આપવાની ના પાડી દીધી.

પીએમઓએ રવિવારે આરટીઆઈ અધિનિયમના પ્રાવધાન પ્રમાણે સીઆઈસીની સાથે કાળા નાણાંની માહિતી આપવાની ના પાડી દીધી.

  • Share this:
કેન્દ્રીય માહિતી પંચ (સીઆઈસી)એ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ને 15 દિવસની અંદર વિદેશથી પરત લાવેલા બ્લેક મનીની ડિટેઇલ આપવાનો આદેશ આપ્યો હતો. જેના જવાબમાં પીએમઓએ રવિવારે આરટીઆઈ અધિનિયમના પ્રાવધાન પ્રમાણે સીઆઈસીની સાથે કાળા નાણાંની માહિતી આપવાની ના પાડી દીધી. પીએમઓએ કહ્યું કે આનાથી તપાસ અને દોષિતો સામેના કેસ ચલાવવામાં અવરોધો ઉત્પન્ન થઇ શકે છે.

કેન્દ્રીય માહિતી પંચ (સીઆઇસી)ના આદેશના જવાબમાં વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ માહિતીનો અધિકાર (આરટીઆઇ) કાયદા હેઠઠળની એક જોગવાઈનો હવાલો આપીને વિદેશથી લાવવામાં આવેલા બ્લેક મનીની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. પીએમઓએ માહિતી આપવાનો ઇનકાર કરતાં આરટીઆઇની એ જોગવાઈનો હવાલો આપ્યો હતો, જેમાં માહિતીનો ખુલાસો કરવાથી તપાસ અને દોષિતો સામે કેસ ચલાવવામાં અવરોધો ઉત્પન્ન થશે.

આ પણ વાંચો : નોટબંધીથી કાળા નાણાનો થશે 'ધ એન્‍ડ' સરકારના આ તર્કને RBIએ પહેલા જ નકાર્યો હતો: રિપોર્ટ

સીઆઈસીએ 16 ઓક્ટોબરે એક આદેશ પાસ કર્યો હતો, જેમાં પીએમઓને 15 દિવસની અંદર વિદેશી કાળા નાણાંની વિગતવાર માહિતી માટે કહેવામાં આવ્યું હતું. જોકે આના જવાબમાં પીએમઓએ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવનાર જાણીતા સરકારી અધિકારી સંજીવ ચતુર્વેદીની આરટીઆઇની અરજીના જવાબમાં પીએમઓએ કહ્યું કે, 'આરટીઆઇના કાયદાની કલમ 8 (1) (એચ) હેઠળ રાહતની જોગવાઈ મુજબ આ સમયે સરકાર દ્વારા દોષીઓની સામે કરવામાં આવેલી તપાસનો ખુલાસો કરવાથી તપાસ અથવા ધરપકડ અથવા કેસની સંપૂર્ણ પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે. આવી તપાસ વિભિન્ન સરકારી ગુપ્ત અને સુરક્ષા સંગઠનોના અધિકાર ક્ષેત્રમાં આવે છે, જેને આરટીઆઇ અધિનિયમના દાયરાથી બહાર રાખવામાં આવી છે.

આ પણ વાંચો :  ગુજરાતીઓએ 4 મહિનામાં જાહેર કર્યુ રૂ. 18,000 કરોડનું કાળુ નાણું

ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે નરેન્દ્ર મોદી કાર્યાલયે તે પણ કહ્યું કે આવી તપાસ વિભિન્ન સરકારી, અંગત અને સુરક્ષા સંગઠનોના દાયરામાં આવે છે. જેમાં આરટીઆઈ અધિનિયમના દાયરાથી બહાર રાખવામાં આવ્યાં છે.ગત વર્ષે ઓક્ટોબરમાં પીએમઓના આરટીઆઈ તપાસની શરૂવાતી જવાબ પછી ચતુર્વેદીએ સીઆઈસીના દરવાજો ખખડાયો હતો.
First published: November 26, 2018, 8:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading