ગેસ ચેમ્બર બની શકે છે દિલ્હી, નવેમ્બરનાં આ 10 દિવસ હશે 'સૌથી ખરાબ'

પ્રતિકાત્મક તસવીર

બોર્ડે આશંકા જતાવી છે કે 1 નવેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે હવામાન વધુ ખરાબ થઇ શકે છે. ખાસ કરીને હવાની દીશા કંઇક એવી બની તો દિલ્હી ગેસ ચેમ્બર બની જશે

 • Share this:
  નવી દિલ્હી: નવેમ્બરમાં રાજધાની દિલ્હીમાં હવા ખુબજ ઝેરીલી થવાની આશંકા છે. દિવાળી બાદ હાલત વધુ ખરાબ રહેવાનાં આસાર છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં સચિવ પ્રશાંત ગાગર્વનું કહેવું છે કે, આવું ખરાબ ઋતુ અને હવાની રફ્તાર ઓછી હોવાને કારણે થશે.

  પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં જણાવ્યા અનુસાર, પંજાબ અને હરિયાણા તરફથી હવા દિલ્હી આવશે. એવામાં ફટાકડા ફોડવાથી જે ધુમાડો થશે તેનાંથી પરિસ્થિતિ વણસી શકે છે.

  બોર્ડે આશંકા જતાવી છે કે 1 નવેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે હવામાન વધુ ખરાબ થઇ શકે છે. ખાસ કરીને હવાની દીશા કંઇક એવી બની તો દિલ્હી ગેસ ચેમ્બર બની જશે.

  પ્રતિકાત્મક તસવીર


  આ જ કારણ છે કે, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે એનવાયરમેન્ટ પોલ્યુશન (પ્રિવેંશન એન્ડ કંટ્રોલ) ઓથોરિટી ફોર એનસીઆને દિવાલીનાં 10 દિવસોમાં દિલ્હીમાં કેટલીક ખાસ બાબતોનું કડકાઇ પૂર્વક પાલન કરવાનો આદેશ આપ્યો છે

  -ઇલેક્ટ્રિક વર્કને છોડીને દરેક તે કંસ્ટ્રક્શન એક્ટિવિટી બેન હશે જેનાંથી ધૂળનાં કણ બનતા હોય.
  -કોલસાથી ચાલતા અને થર્મલ પાવર પ્લાન્ટને પણ દસ દિવસ બંધ રાખવાની સલાહ આપવામાં આવ છે
  -વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય
  -ટ્રાસપોર્ટ અને ટ્રાફિક પોલીસ પ્રદુષણ ફેલાવનારી ગાડીઓની ચેકિંગ કરે

  CPCBની સૂચના EPCAને મોકલી છે. તેમનાં મત મુજબ, એર ક્લોવિટી સ્ટેટસનો રિવ્યુ કરવામાં આવ્યો. આવનારા દિવસોમાં ખરાબ ઋતુને જોતા ગત બે વર્ષનાં આંકડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. દર વર્ષે શિયાળાનાં સમયમાં અહીંનું વાતાવરણ ખુબજ ખરાબ થઇ જાય છે. તેનાંથી બચવા માટે CPCB 41 ટીમોનું ગઠન કરશે. તો દિલ્હી સરકાર પણ એલર્ટ પર છે. પ્રદુષણથી બચવા માટે ગ્રેડેડ એક્શન પ્લાન પહેલાં જ લાગૂ કરી દેવામાં આવ્યો છે.  કેન્દ્રની એર ક્વોલિટી અને ફોરકાસ્ટિંગ અને રિસર્ચ સિસ્ટમે પણ AQI 'ખુબજ ખરાબ' હોવાનું જણાવ્યું છે. CPCBનાં આંકડા અનુસાર ફરીદાબાદ, નોયડા, ગ્રેટર નોયડા, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં પણ હવાની ગુણવત્તાનું સ્તર ગુરૂવારે 'ખુબજ ખરાબ' શ્રેણીમાં હતું.
  Published by:Margi Pandya
  First published: