Home /News /india /

દિલ્હી: ટ્રાયલમાં જ પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો દુર્ઘટનાનો શિકાર થઈ

દિલ્હી: ટ્રાયલમાં જ પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો દુર્ઘટનાનો શિકાર થઈ

મળતી માહિતી અનુસાર, કોઈ ટેક્નીકલ સમસ્યાના કારણે આ દુર્ઘટના થઈ...

મળતી માહિતી અનુસાર, કોઈ ટેક્નીકલ સમસ્યાના કારણે આ દુર્ઘટના થઈ...

દિલ્હીમાં ટ્રાયલ સમયે જ પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ છે. બપોરે ત્રણ ચાર વાગ્યાની આસપાસ કાલિંદી કુંજ ડેપો પર મેટ્રો પાટા પરથી ઉતરી ગઈ અને દિવાલ તોડી બહાર નીકળી ગઈ. આ દુર્ઘટનામાં કોઈ જાન-હાની નથી થઈ.

મળતી માહિતી અનુસાર, કોઈ ટેક્નીકલ સમસ્યાના કારણે આ દુર્ઘટના થઈ છે. સારી વાત એ છે કે, દુર્ઘટનામાં કોઈ જાન-હાની નથી થઈ.

જાણકારી પ્રમાણે, મેટ્રોને આગળની તરફ જવાનું હતું પરંતુ કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા ટ્રેન પાછળની તરફ ચાલવા લાગી અને સ્ટેશનની દિવાલ તોડી બહાર નીકળી ગઈ.

ઉલ્લેખનીય છે કે, આ મેટ્રો લાઈનનું ઉદ્ધાટન 25 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. 25 ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈનો જન્મ દિવસ છે અને આજ દિવસે મેટ્રોને 15 વર્ષ પણ પૂરા થઈ રહ્યા છે.
First published:

Tags: Metro train, અકસ્માત, દિલ્હી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन