જાણો કોણ છે સુશીલ અને એનડી ગુપ્તા, AAP તેમને મોકલી શકે છે રાજ્યસભા

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 2, 2018, 5:05 PM IST
જાણો કોણ છે સુશીલ અને એનડી ગુપ્તા, AAP તેમને મોકલી શકે છે રાજ્યસભા
અરવિંદ કેજરીવાલ સાથે સુશીલ ગુપ્તા

  • Share this:
દિલ્હીમાં 16 જાન્યુઆરીના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. દિલ્હી વિધાનસભાની 70માંથી 67 બેઠક આમ આદમી પાર્ટી પાસે છે. એટલે કે ત્રણેય બેઠક પર તેમને સરળતાથી જીત મળી જશે. એવી ચર્ચા છે કે 'આપ' તરફથી આ માટે સંસ્થાપક સભ્ય સંજય સિંહ ઉપરાંત સુશીલ ગુપ્તા અને એનડી ગુપ્તાના નામ પર મહોર મારી દેવામાં આવી છે.

સુશીલ ગુપ્તા

સુશીલ ગુપ્તા પંજાબી બાગ ક્લબના 25 વર્ષથી ચેરમેન છે. તેઓ 13 વર્ષથી પંજાબી બાગ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ચેરમેન છે. ટેક્નિકલ રીતે જોવા જઈએ તો તેઓ આપના સભ્ય નથી. સુશીલે કોંગ્રેસના સ્ટુડન્ટ સંગઠન એનએસયુઆઈથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2013માં વિધાનસભા ચૂંટણીઓમાં તેઓ મોતી નગરમાંથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા. અહીં તેમને હાર મળી હતી. જમીનના બિઝનેસ ઉપરાંત તેઓ એજ્યુકેશન અને હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ જોડાયેલા છે. ન્યૂઝ 18એ તેમને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, હું પૂરેપૂરો ખેડૂત છું.

કોંગ્રેસ છોડવા પર કરવામાં આવેલા સવાલમાં તેમણે જણાવ્યું કે, હું રાજકીય પાર્ટીઓમાં વિશ્વાસ નથી કરતો. હું સારા લોકોમાં વિશ્વાસ ધરાવું છું. હું સ્વાસ્થ્ય અને શિક્ષણ સેક્ટરમાં કામ કરવા માગું છું. જે લોકો આ વસ્તુઓમાં મારી સાથે ચાલશે હું તેમનો સાથ આપીશ. રાજ્યસભામાં જવાના સવાલ પર તેમણે કહ્યું કે, આ અંગે મને કોઈ જાણકારી નથી. મેં ન્યૂઝપેપર્સમાં આ વિશે વાંચ્યું હતું.

એનડી ગુપ્તા

એનડી ગુપ્તા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉટન્ટ છે. તેઓ ધ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ ઓફ ઇન્ડિયાના ઉપાધ્યક્ષ છે. 12મી ફેબ્રુઆરી 2017ના રોજ તેમની ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમને આ ફિલ્ડનો 16 વર્ષનો અનુભવ છે. તેઓ ઈ એન્ડ વાઈ અને અમેરિકન એક્સપ્રેસ બેંક સાથે પણ કામ કરી ચુક્યા છે. તેઓ સંસદીય સમિતિમાં પણ રહી ચુક્યા છે.
First published: January 2, 2018, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading