દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે લાલ કિલ્લા પાસે બે આતંકવાદીઓને ઝડપ્યા

પોલીસે જણાવ્યું હતું કે આ આતંકવાદીઓ પાસેથી 2 પિસ્તોલ, 10 કારતુસ અને 4 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ આતંકવાદીઓએ આ હથિયારો ઉત્તર પ્રદેશમાંથી ખરીદ્યા હતા

News18 Gujarati
Updated: September 7, 2018, 5:49 PM IST
દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે લાલ કિલ્લા પાસે બે આતંકવાદીઓને ઝડપ્યા
દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે લાલ કિલ્લા પાસે બે આતંકવાદીઓને ઝડપ્યા
News18 Gujarati
Updated: September 7, 2018, 5:49 PM IST
દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ગુરુવારે રાત્રે પરવેઝ અને જમશેદ નામના 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે આ આતંકીઓને લાલ કિલ્લા પાસેથી જામા મસ્જિદ બસ સ્ટોપથી પકડ્યા હતા. આ વાતની જાણકારી શુક્રવારે સ્પેશ્યલ સેલના ડીસીપીએ આપી હતી. પોલીસના મતે આ બંને આતંકી ઇસ્લામિક સ્ટેટ ઇન જમ્મુ કાશ્મીર(ISJK) સાથે જોડાયેલા છે. ISJK એવો દાવો કરે છે કે તે ઇસ્લામિક સ્ટેટ સાથી જોડાયેલ સંગઠન છે.

પોલીસે જણાવ્યું હતું કે આ આતંકવાદીઓ પાસેથી 2 પિસ્તોલ, 10 કારતુસ અને 4 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ આતંકવાદીઓએ આ હથિયારો ઉત્તર પ્રદેશમાંથી ખરીદ્યા હતા. આ આતંકી દિલ્હીથી કાશ્મીર જઈ રહ્યા હતા.સુત્રોના મતે આ આતંકી કાશ્મીરના રહેવાસી છે. પોલીસે બંને સામે એફઆઈઆર નોંધાવી છે અને ઇન્ટેલિજેન્સ એજન્સીઓ બંનેની પુછપરછ કરી રહી છે. સાથે પોલીસે કહ્યું હતું કે ધરપકડ કરાયેલ આતંકી પરવેઝના ભાઈનું મોત જાન્યુઆરીમાં સેના સાથેના એન્કાઉન્ટરમાં થયું હતું. પરવેઝ પહેલા આતંકી સંગઠન હિઝબુલ મુઝાહીદ્દીનનો સભ્ય હતો અને આ પછી ઇસ્લામિક સ્ટેટ ઇન જમ્મુ કાશ્મીર જોઈન કરી લીધી હતી.આ બંને આતંકીઓનો દિલ્હીમાં કોઈ હુમલાનો પ્લાન ન હતો. તેણે પોલીસને કહ્યું હતું તે તેમનો પ્રથમ લીડર ઉમર નઝીર છે અને નંબર-2 પર આદિલ થોકર છે. તે બંને આદિલ થોકરના આદેશનું પાલન કરી રહ્યા હતા. બંને આતંકવાદીઓને હાસ પાંચ દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલી દેવાયા છે.
First published: September 7, 2018
વધુ વાંચો
अगली ख़बर