રાજધાની દિલ્હીમાં ફરી રહ્યા છે બે આતંકીઓ, દિલ્હી પોલીસે જાહેર કરી તસવીર

News18 Gujarati
Updated: November 21, 2018, 10:20 AM IST
રાજધાની દિલ્હીમાં ફરી રહ્યા છે બે આતંકીઓ, દિલ્હી પોલીસે જાહેર કરી તસવીર
દિલ્હી પોલીસે જાહેર કરેલી તસવીર

જાહેર થયેલી ત સવીરમાં બે દાઢીધારી વ્યક્તિઓ "દિલ્હી 360 Km" તેમજ "ફેરોઝપુર 9 Km" લખેલા એક માઇલ સ્ટોન પાસે ઉભા છે.

  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે એક માર્ગદર્શિકા જાહેર કરીને દેશની રાજધાની નવી દિલ્હીમાં બે શકમંદ આતંકીઓ ફરી રહ્યાની માહિતી આપી છે. સાથે જ પોલીસે લોકોને સૂચના આપી છે કે આ અંગેની કોઈ પણ માહિતી મળે તો પોલીસનો સંપર્ક કરવો.

દિલ્હી પોલીસની માર્ગદર્શિકામાં એક તસવીર પણ જાહેર કરવામાં આવી છે. જેમાં બે દાઢીધારી વ્યક્તિઓ "દિલ્હી 360 Km" તેમજ "ફેરોઝપુર 9 Km" લખેલા એક માઇલ સ્ટોન પાસે ઉભા છે. આ બંને વ્યક્તિઓએ ડાર્ક કલરના કૂર્તા પહેરી રાખ્યા છે. તસવીર નીચે પોલીસ લખ્યું છે કે આ બંને વિશે કોઈને કંઈ માહિતી મળે તો દિલ્હીના પહાડગંજ વિસ્તારના પોલીસ સ્ટેશનના 011-23520787, 011-2352474 ફોન નંબર્સ પર સંપર્ક કરવો.

નોંધનીય છે કે તસવીરમાં જે શહેરનું નામ લખવામાં આવ્યું છે તે ફેરોઝપુર ભારત-પાકિસ્તાન બોર્ડર પર પંજાબમાં આવેલું છે. પંજાબ પોલીસે ગયા અઠવાડિયે એક એલર્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદના છથી સાત જેટલા આતંકીઓ સરહદ પાર કરીને દેશમાં ઘૂસી ગયા છે, તેમજ તેઓ દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર ઠાલવ્યો ગુસ્સો, કહી દીધું 'Fools'

પંજાબ ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસે (કાઉન્ટર ઇન્ટેલિજન્સ) લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને ગુરુવારે એક પત્ર લખ્યો હતો. જેમાં રાજ્યની અગત્યની ચેકપોસ્ટ પર સઘન પેટ્રોલિંગ શરૂ કરવાનો આદેશ કર્યો હતો. 13મી નવેમ્બરના રોજ ચાર લોકો બંદૂકની અણીએ એક ટેક્સીને લઈને ફરાર થઈ ગયા બાદ આ સૂચના આપવામાં આવી હતી.

આ બનાવ બાદ પંજાબમાં ફરી પઠાનકોટ જેવા કોઈ આતંકી હુમલાને અંજામ આપવમાં આવી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ચાર લોકોએ જમ્મુથી એક ઇનોવા કાર ભાડે કરી હતી. જે બાદમાં મધોપુર નજીક તેમણે બંદૂકની અણીએ ડ્રાઇવરને કારમાંથી ઉતારી મૂક્યો હતો અને કાર લઈને ફરાર થઈ ગયા હતા.
First published: November 21, 2018, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading