દિલ્હી પોલીસ vs વકીલ : 10 કલાક પછી પોલીસના ધરણા ખતમ, બધી માંગણી માનવામાં આવી

News18 Gujarati
Updated: November 5, 2019, 8:42 PM IST
દિલ્હી પોલીસ vs વકીલ : 10 કલાક પછી પોલીસના ધરણા ખતમ, બધી માંગણી માનવામાં આવી
LG અને અધિકારીઓએ પ્રદર્શન ખતમ કરવાની અપીલ કરી, પ્રદર્શનકારી અડગ

મોટાભાગની માંગણી માનવાનું આશ્વાસન મળ્યા પછી પ્રદર્શનકારી પોલીસ ધરણા ખતમ કરવા રાજી થઈ ગયા

  • Share this:
નવી દિલ્હી : વકીલો અને અને દિલ્હી પોલીસ (Delhi Police) વચ્ચે તીસ હજારી કોર્ટ (Tis Hazari Court)માં થયેલી હિંસક ઝડપનો મુદ્દો હવે ઠારે પડ્યો છે. 10 કલાક પછી પોલીસના ધરણા-પ્રદર્શન ખતમ થયા છે. પોતાની મોટાભાગની માંગણી માનવાનું આશ્વાસન મળ્યા પછી પ્રદર્શનકારી પોલીસ ધરણા ખતમ કરવા રાજી થઈ ગયા છે.

મંગળવારે દિલ્હી પોલીસના જવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો. મંગળવારે સવારથી જ દિલ્હી પોલીસ મુખ્યાલયની બહાર પોલીસ પ્રદર્શન કરીને વકીલો સામે એક્શનની માંગણી કરી રહ્યા છે. મુખ્યાલયની બહાર સેંકડોની સંખ્યામાં પોલીસ જવાનો ભેગા થયા છે અને ‘કાલા કોટ હાય-હાય’ના નારા લગાવ્યા હતા. પોલીસ કમિશ્નરે જવાનોને પ્રદર્શન પાછું લેવા કહ્યું છે પણ જવાનોએ માનવાની ના પાડી દીધી હતી. દિલ્હી પોલીસના મુખ્યાલયમાં કમિશ્નર, અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ મામલે ગૃહ મંત્રાલયે દિલ્હી હાઇકોર્ટ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે. મંત્રાલયે હાઇકોર્ટને વકીલો ઉપર કાર્યવાહી ન કરવાના આદેશ ઉપર સ્પષ્ટતા આપવા માટે કહ્યું છે.

સતીશ ગોલચા સ્પેશ્યલ કમિશ્નર ક્રાઇમે કહ્યું હતું કે ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓની સારામાં સારી સારવાર કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને ન્યૂનતમ 25 હજાર રુપિયા સહાય આપવામાં આવશે. આ જાહેરાત પછી તેમણે અપીલ કરી હતી કે પ્રદર્શન કરી રહેલા બધા પોલીસકર્મી અનુશાસનનું પાલન કરતા પ્રદર્શન ખતમ કરે.

આ મામલે દિલ્હીના ઉપરાજ્યપાલના નિવાસ પર બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હીના મુખ્ય સચિવ અને ગૃહ મંત્રાલયના અતિરિક્ત સચિવ પણ હાજર રહ્યા હતા. એલજીએ કહ્યું હતું કે દિલ્હી પોલીસના કોઈપણ ઓફિસર સાથે અન્યાય થશે નહીં. એલજીએ સદ્ભાવ અને કાનૂન જાળવી રાખવા અપીલ કરી છે.

પોલીસ કર્મીઓની માંગણી
- સસ્પેન્ડ પોલીસ અધિકારીને ફરજ પર પાછા લેવાય- ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને સહાય
- SCમાં HCના આદેશ સામે અપીલ
- પોલીસકર્મીઓ સાથે મારપીટ કરનાર વ્યક્તિઓની ઓળખ
- નીચેના અધિકારીઓ માટે પોલીસ ઍસોસિયેશનની માંગણી
- આજે આંદોલન કરનાર કોઈ પોલીસકર્મી પર કાર્યવાહી કરવામાં ન આવે
First published: November 5, 2019, 7:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading