ફટાકડાંને લઈ કડક થઈ દિલ્હી પોલીસ, મોડી રાતે ફટાકડાં ફોડવા બદલ 100થી વધુની ઘરપકડ

પ્રતિકાત્મક તસવીર

દિલ્હીમાં સુપ્રિમ કોર્ટનાં આદેશ પછી પણ ફટાકડાં ફોડવા અને વેચવા માટે ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 • Share this:
  દિલ્હીઃ સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ લોકો નિર્ધારિત સમય પછી પણ મોડાં સુધી ફટાકડાં ફોડતાં જોવામાં આવ્યા હતા. જોકે, આ વર્ષે પોલીસે મામલાને ગંભીરતાથી લેતાં રાત્રે ફટાકડા ફોડવાના આરોપમાં પૂર્વ દિલ્હીમાંથી ઓછામાં ઓછા 40 લોકોની ધરપકડ કરી છે. તેમજ 400 કિલો ફટાકડા પણ જપ્ત છે. ત્યાં જ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં પોલીસે 56 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમજ 8 ફટાકડા વેચવાવાળા વિરુદ્ધ પણ કેસ ફાઈલ કર્યો છે. આ ઉપરાંત, અદાલતની અવગણનાના આરોપસર, 31 વ્યક્તિઓને નોઇડામાં ધરપકડ કરવામાં આવી છે. જોકે, પછીથી તેમને જામીન મળી ગઈ હતી. આ બધા પર આરોપ હતો કે તેઓ 10 વાગ્યા પછી ફટાકડાં ફોડી રહ્યા હતા.

  એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ સરકારી હુકમના ઉલ્લંઘન માટે આઇપીસીની કલમ 188 હેઠળ ફટકારવામાં આવ્યો હતો. આ જામીનપાત્ર કલમ છે જેથી પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મેળવી શકાશે.

  આ પણ વાંચોઃ ગુજરાતીઓએ સુપ્રીમ કોર્ટના ફટાકડા ફોડવાના સમયને 'ધુમાડા'માં ઉડાવી દીધો!

  સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ, દિવાળીના દિવસે લોકોએ મન ભરીને ફટાકડાં ફોડ્યાં જેનો ગુરુવાર સવારે પણ પ્રભાવ જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે દિવાળી અને અન્ય તહેવારોના પ્રસંગે 8 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે ફટાકડાં ફોડવાની અનુમતિ આપી હતી. કોર્ટે ફક્ત 'ગ્રીન ફટાકડા' ના નિર્માણ અને વેચાણની મંજૂરી આપી હતી. ગ્રીન ફટાકડા ઓછો પ્રકાશ અને ધ્વનિ ઉત્પન્ન કરે છે અને ઓછા હાનિકારક રસાયણો ધરાવે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ લોકોએ ફટાકડા ફોડવાનું છોડયું નહીં.

  આ પણ વાંચોઃ દિવાળીએ સિંગાપુરમાં ફટાકડા ફોડવા બદલ ભારતીય મૂળના બે લોકોની ધરપકડ

  દિલ્હીની હવા ફરી એક વખત ઝેરી બની ગઈ છે. દિલ્હીની હવા ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' વર્ગમાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં, લોકોએ દસ વાગ્યા પછી પણ ફટાકડાં ફોડીને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયત સમય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. દિલ્હીના લગભગ દરેક વિસ્તારમાં દ્રશ્યતા(વિઝિબિલિટી) ઓછી થઈ છે. પ્રદૂષણને લીધે ચારે બાજુ ધૂમાડો જ ધૂમાડો દેખાઈ રહ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: