દિલ્હી: આજે દિલ્હીમાં પ્રવાસી ભારતીય દિવસે 23 દેશોના સાંસદો આવ્યા છે. યોજાયેલા પ્રવાસી સાંસદ સંમેલનમાં PM નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે પ્રવાસી ભારતીય દિવસની શુભેચ્છા. ભારત બદલાઈ રહ્યું છે, ટ્રાન્સફોર્મ થઈ રહ્યું છે. વેલકમ ટુ ઈન્ડિયા, વેલકમ હોમ. મિની વર્લ્ડ પાર્લમેન્ટ મારી સામે ઉપસ્થિત છે.
PM મોદીએ વધુમાં કહ્યું હતું કે તમારી ભાવનાઓને સમજી શકું છું, ભારતીયો જ્યાં પણ ગયા ત્યાં તેમણે પોતાનું ઘર બનાવ્યું છે. તેમણે વિદેશમાં રહીને ભારતની સુગંધ ફેલાવી છે. તમને જોઈને આજે પૂર્વજોને આનંદ થયો હશે. આપની સફળતા અમારી માટે ગૌરવની વાત છે.
PM મોદીએ દેશ વિશે કહ્યું હતું કે ભારત સતત વિકાસ કરી રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમી રેન્કિંગમાં ભારતના સ્થાનમાં સુધારો થયો છે. લોકોની અપેક્ષાઓ ઘણીબધી છે. GST દ્વારા ટેક્સની જાળ નાબૂદ કરી છે.
PM મોદીએ જણાવ્યું હતું કે દેશમાં ઝડપથી રેલ અને રસ્તાઓનું નિર્માણ થઈ રહ્યું છે. 3 કરોડ મહિલાઓને ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે. દેશની પ્રગતિથી લોકો ખુશ છે. વિશ્વ યોગ દિવસ આપણા માટે ગર્વની વાત છે. પાડોશી દેશને સંકટ સમયે ભારતે મદદ કરી હતી. પ્રવાસી ભારતીય સાથે અમે સતત જોડાયેલા છીએ. છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર