અરવિંદ કેજરીવાલની 'ડોર સ્ટેપ ડિલીવરી' સર્વિસને મળી મોટી સફળતા

દિવસના થોડા જ કલાકોમાં 369 ઓર્ડર મળી ગયા છે.

News18 Gujarati
Updated: September 11, 2018, 10:09 AM IST
અરવિંદ કેજરીવાલની 'ડોર સ્ટેપ ડિલીવરી' સર્વિસને મળી મોટી સફળતા
દિલ્હી સરકારે સોમવારે 40 સાર્વજનિક સેવાઓની ડોર સ્ટેપ ડિલીવરી શરૂ કરી દીધી છે.
News18 Gujarati
Updated: September 11, 2018, 10:09 AM IST
દિલ્હી સરકારે સોમવારે 40 સાર્વજનિક સેવાઓની ડોર સ્ટેપ ડિલીવરી શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસીઓને આની સારી પ્રતિક્રિયા મળી છે. દિવસના થોડા જ કલાકોમાં 369 ઓર્ડર મળી ગયા છે. દિલ્હી સરકારે એક નિવેદનમાં કહ્યું કે દિલ્હી સચિવાલયમાં સેવાનો શુભારંભ કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થોડા દિવસો સુધી આ સેવા પર નજર રાખશે.

સેવા શરૂ થવાના કેટલાક કલાકોમાં જ હોટલાઇન નંબર 1076 પર અનેક કોલ આવ્યાં. સરકાર દ્વારા અપાયેલ આંકડા પ્રમાણે બપોરે દોઠ કલાક સુધી 1200 કોલ આવી ગયા હતાં અને 200 ઓર્ડર મળ્યાં હતાં. સાંજે છ વાગ્યા સુધી 2728 ફોન આવ્યાં હતાં જેમાંથી 1286 કોલ સાથે ડાયરેક્ટ વાત થઇ અને અન્ય કોલ માટે ઓપરેટરે ફરીથી કોલ કર્યાં.

આ પણ વાંચો :  આ છે 'વિકાસ': પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવનો ભાજપે દર્શાવ્યો ઘટતો ગ્રાફ!

આધિકારિક આંકડાઓ પ્રમાણે કુલ 21000 વખત કોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ હાઇ ટ્રાફિકના કારણે કોલ્સ લાગ્યા નહીં. ઓપરેટર આ બધા નંબર પર ફરીથી કોલ કરશે. માનવામાં આવી રહ્યું છે કે પહેલા દિવસની સરખામણીમાં અન્ય દિવસમાં કોલ ઓછા આવશે. કારણ કે ઘણાં કોલરોએ માત્ર ઉત્સાહમાં આ કોલ કર્યા હોવાનું જણાવ્યું હતું. તેમને જાણવું હતું કે આ સેવા શરૂ થઇ છે કે નહીં.

આમાં ખાસ ભૂમિકા ગોપાલ મોહનની રહી છે જે પ્રૌધ્યોગિકી અને ભ્રષ્ટાચાર નિરોધક મુદ્દો પર કેજરીવાલના સલાહકાર પણ છે. તે આ યોજના પર છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યાં છે. તેઓ દિલ્હી સરકારની વાઇફાઇ અને સીસીટીવી યોજનાઓ પર પણ ઘણી નજીકથી કામ કરી રહ્યાં છે.
First published: September 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...