Home /News /india /

જસ્ટિસ રંજન ગોગોઈ બનશે SCના મુખ્ય ન્યાયાધીશ, 3 ઓકટોબરે શપથ

જસ્ટિસ રંજન ગોગોઈ બનશે SCના મુખ્ય ન્યાયાધીશ, 3 ઓકટોબરે શપથ

    દિલ્હીઃ જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. હાલના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા તેમના નામની ભલામણ કરશે. નિયમ મુજબ, સૌથી વરિષ્ઠ જજ મુખ્ય ન્યાયાધીશ હોય છે. મુખ્ય ન્યાયાધીશના રૂપમાં જસ્ટિસ રંજન ગોગોઈ ત્રીજી ઓક્ટોબરે શપથ લેશે. આશા રાખીએ કે આવનારાં બે અઠવાડિયાંની અંદર સરકારના અનુરોધ પર રાષ્ટ્રપતિ સચિવાલય જસ્ટિસ ગોગોઈને આગામી ચીફ જસ્ટિસ માટે નામાંકિત કરી દેશે.

    જસ્ટિસ રંજન ગોગોઈનું દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનવાનું નક્કી માનવામાં આવે છે. કાયદા મંત્રાલયે પ્રોટોકોલ હેઠળ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરવાની જાહેરાત કરી છે. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જસ્ટિસ દીપક મિશ્રા બીજી સપ્ટેબરે પોતાનો પત્ર મંત્રાલયને મોકલી શકે છે. વર્તમાન મુખ્ય ન્યાયધીશ દીપક મિશ્રા બીજી ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે.

    પરંપરા મુજબ, સુપ્રીમ કોર્ટેના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને ચીફ જસ્ટિસ બનાવવામાં આવે છે અને સિનિયોરિટીને હિસાબે જસ્ટિસ ગોગોઈ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા પછી સૌથી ઉપર છે. 12 ફેબ્રુઆરી 2011ના રોજ જસ્ટિસ ગોગોઇ પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. 23 એપ્રિલ 2012ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ગોગોઈનો કાર્યકાળ એક
    વર્ષ, એક મહિનો અને 14 દિવસ રહેશે. તેઓ 17 નવેમ્બર 2019ના રોજ નિવૃત્ત થશે.

    અહીં ઉલ્લેખ કરવામાં આવે છે કે જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના એ ચાર જજોમાં સામેલ છે, જેમણે પહેલીવાર મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા. સવાલ ઉઠાવવાળામાં સુપ્રીમ કોર્ટના ચાર જજોમાં જસ્ટિસ રંજન ગોગોઈની સાથે જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ મદન લોકૂર અને જસ્ટિસ કુરિયન જોસેફનો સમાવેશ થાય છે.

    કોણ છે જસ્ટિસ રંજન ગોગોઈ

    જસ્ટિસ રંજન ગોગોઈ આસામથી આવે છે અને તેમનો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશોમાં સમાવેશ થાય છે. વરિષ્ઠના આધાર પર ઓક્ટોબર, 2018માં તેઓ દેશની સૌથી મોટી અદાલતમાં જસ્ટિસ દીપક મિશ્રાની નિવત્તિ બાદ મુખ્ય ન્યાયાધીશ બનવાની લાઈનમાં છે. તેમણે ગુવાહાટી હાઇકોર્ટથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેમના પિતા કેશબ ચંદ્ર અગાઉ આસામના મુખ્યપ્રધાન રહી ચૂક્યા હતા.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Ranjan gogoi, Supreme Court, દિલ્હી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन