'ગળાના વાળ ઊભા થાય તો સમજવું વીજળી પડશે' દિલ્હી સરકારની એડ્વાઇઝરી

News18 Gujarati
Updated: May 8, 2018, 4:59 PM IST
'ગળાના વાળ ઊભા થાય તો સમજવું વીજળી પડશે' દિલ્હી સરકારની એડ્વાઇઝરી

  • Share this:
દિલ્હી સહિત રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (NCR)માં આવનાર આંધી-વાવાઝોડાને લઇને કેજરીવાલ સરકારે એડવાઇઝરી જાહેર કરી છે, આંધી-વાવાઝોડા દરમિયાના કઇ કઇ વાતનું ધ્યાન રાખવું તે અંગે સરકારે એડવાઇઝરી જાહેર કરી છે, આ એડવાઇઝરીમાં જણાવ્યા પ્રમાણે દિલ્હી સરકારના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ PWDએ લોકોને જણાવ્યું કે આંધી-વાવાઝોડાનું એલર્ટ હોય ત્યાં સ્નાન ન કરવું, અને જો તમારા ગળાના વાળ ઊભા થઇ જાય તો સમજવું કે આ વીજળી પડવાનો સંકેત હોઈ શકે છે.

પીડબલ્યૂ વિભાગે આ એડવાઇઝરીની કોપી ટ્રાફિક પોલીસ અને સ્ટેટ રેવેન્યૂ ડિપાર્ટમેન્ટને મોકલી છે, એડવાઇઝરીમાં લોકોને કહેવામાં આવ્યું છે કે આંધી-વાવાઝોડાને લઇને સતર્ક રહો, જરૂર ન હોય તો ઘરની બહાર નિકળવાનું ટાળો, ખુલ્લામાં સ્નાન કરવા તથા વહેતા પાણીના પ્રવાહમાં સ્નાન ન કરો કારણ કે આ પાણીમાં કરંટ પણ હોઇ શકે છે.

આંધી-વાવાઝોડા પહેલા આ વાતનું રાખવું ધ્યાન

- સુરક્ષા અને જીવન જરૂરી સામાન એકત્રિત કરી એક કિટ તૈયાર કરો. ઘરનું સમારકામ કરાવી લો, ધારદાર વસ્તુઓથી દૂર રહો.

- લટકી રહેલા વૃક્ષો, ડાળીઓ કાપી નાખો, વાતાવરણના સમાચારથી સતત માહિતગાર રહો.
- વીજળીનો ઓછો ઉપયોગ કરો, ખુલ્લી જગ્યાએ જવાનું ટાળો.આંધી-વાવાઝોડા દરમિયાન આ વાતનું ધ્યાન રાખવું

- વાવાઝોડા દરમિયાન ગોઠણભેર બેસી જાઓ, માથું છૂપાવવાનો પ્રયાસ કરો.
- મોટા અવાજે વાત ન કરો, મ્યૂઝિક સિસ્ટમનો ઉપયોગ ન કરો.
- વૃક્ષ, ઉંચી ઇમારતોથી દૂર રહો, પતરાની છત પર જવાનું ટાળો.
-આંધી-વાવાઝોડા દરમિયાન જો તમે ડ્રાઇવિંગ કરી રહ્યાં છો તો વાહન સાઇડમાં પાર્ક કરી ઉભા રહો, કોઇ સુરક્ષીત જગ્યાએ જતા રહો.

9 રાજ્યમાં એલર્ટ

ભારતના વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે દિલ્હી, એનસીઆરમાં હવાની ગતિ પહેલા કરતાં ઓછી થઇ છે, રાતે વરસાદ થવાની સંભાવના પણ ઓછી છે, પરંતુ બુધવારે હવાની ગતિ ફરી વધવાની આશંકા છે. એવામાં આંધી-વાવાઝોડાનો ખતરો છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે આંધી-વાવાઝોડને કારણે યુપી-રાજસ્થાનમાં 124 લોકોનાં મોત થયા હતા, 300થી વધુ લોકો ઘાયલ થયા હતા, તો જાનમાલને પણ ઘણું નુકશાન પહોંચ્યું છે. આ ઘટનાને લઇને 9 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
First published: May 8, 2018, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading