નશામાં વાહન ચલાવ્યું તો મહિનાઓ સુધી જેલમાં રહેવા રહો તૈયાર

દિલ્હીની એક કોર્ટે આ મામલે સુનાવણી કરતાં પોલીસ તંત્રને આદેશ આપ્યા છે કે તેઓ વાહન ચાલકોને દિવસોમાં નહીં મહિનાઓની જેલની સજા આપી શકશે.

News18 Gujarati
Updated: June 6, 2019, 10:23 AM IST
નશામાં વાહન ચલાવ્યું તો મહિનાઓ સુધી જેલમાં રહેવા રહો તૈયાર
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 6, 2019, 10:23 AM IST
નવી દિલ્હી: નશામાં ગાડી ચલાવવી કોઇપણ વ્યક્તિ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આ માટે કડક કાયદા પણ છે. પણ લોકો આ કાયદાને ઘણાં જ હળવાશમાં લે છે. હાલમાં જ દિલ્હીની એક કોર્ટે આ મામલે સુનાવણી કરતાં પોલીસ તંત્રને આદેશ આપ્યા છે કે તેઓ વાહન ચાલકોને દિવસોમાં નહીં મહિનાઓની જેલની સજા આપી શકશે.

સાકેત સ્થિત અતિરિક્ત સત્ર ન્યાયાધીશ સુનાલી ગુપ્તાની કોર્ટે દારૂ પી ગાડી ચલાવવાનાં આરોપમાં મોહન નામનાં એક વ્યક્તિને બે મહિનાની સજા સભળાવી છે. આ સજા સંભળાવતા તેમણે ટિપ્પણી કરી છે કે નશાની હાલમાં વાહન ચલાવવાની ઘટનામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ગત વર્ષોનાં આંકડા પર નજર કરવામાં આવે તો આ મામલે 30થી 40 ટકા વધારો થયો છે. તેનાંથી સ્પષ્ટ થાય છે કે નશાની હાલતમાં પકડાયેલા લોકોની સજા ઘણી જ ઓછી છે તેથી તેમને કોઇપણ પ્રકારનો ડર નથી. સજા ઓછી હોવાનાં કારણે આવા કિસ્સા ઝડપથી વધી રહ્યાં છે.

આ પણ વાંચો-ઈદની નમાઝ પઢી રહેલા બિરાદરો પર કાર ફરી વળતા 17 ઇજાગ્રસ્ત

એવામાં જરૂરી થઇ રહ્યું છે કે, નશાની હાલમાં પકડાયેલાં વાહન ચાલકને મહિનાઓની જેલની સજા સંભળાવવી જોઇએ. લાંબા સમય સુધી જેલમાં રહેવાનાં કારણે તેમનામાં ડર પેદા થશે. અને તેઓ આવું કરતા પહેલાં હજાર વખત વિચારશે. કોર્ટે મોહન પર ત્રણ હજારનો દંડ પણ લગાવ્યો છે.

આ પણ વાંચો- વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આંધ્રપ્રદેશ, તામિલનાડુમાં વરસાદ શરૂ

શું હતો મામલો ?
Loading...

આરોપી મોહનને બે વર્ષ પહેલાં પોલીસે આશ્રમ ચૌકથી નશાની હાલમાં બાઇક ચલાવતા પકડ્યો હતો. નશાની હાલતમાં મોહન ખોટી રીતે ગાડી ચલાવતો હતો. તપાસમાં માલૂમ થયુ કે તેણે દારુ પી રાખ્યો છે. આરોપીનાં શરીરમાં જ્યારે
દારુની માત્રા 162/100 MG હતી જ્યારે નિર્ધારિત માત્રા 30/100 MG હોય છે. માનવામાં આવે છે કે, આરોપીને નિર્ધારિત માત્રાથી 34 ગણી વધુ દારુ પી રાખી હતી.
First published: June 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...