શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ અર્પી અરવિંદ કેજરીવાલ થયા ટ્રોલ!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શીલા દીક્ષિતના નિધન પર ટ્વિટ કરવું પડ્યું ભારે

News18 Gujarati
Updated: July 21, 2019, 10:15 AM IST
શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ અર્પી અરવિંદ કેજરીવાલ થયા ટ્રોલ!
અરવિંદ કેજરીવાલ અને શીલા દીક્ષિત
News18 Gujarati
Updated: July 21, 2019, 10:15 AM IST
ત્રણ વાર દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલા શીલા દીક્ષિતનું શનિવારે બપોરે એસ્કોર્ટ હોસ્પિટલમાં હદયરોગના હુમલાના કારણે નિધન થયું. કોંગ્રેસના દિગ્ગજ નેતાના મોત સાથે જ અન્ય રાજકીય નેતાઓની જેમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી. પણ શ્રદ્ધાંજલિ અર્પવાની સાથે જ તે ટ્વિટર પર ટ્રોલ પણ થયા. અરવિંદ કેજરીવાલની આ ટ્વીટ પર અનેક લોકોએ કમેન્ટ કરી.


ટ્વિટરાતી કેજરીવાલને ચૂંટણી પ્રચાર દરમિયાન શીલા દીક્ષિત પર ખોટા આરોપો લગાવાનો આરોપ લગાવ્યો.


ટ્વિટરાતી જીશાન ઉસ્માને પણ આરોપ લગાવ્યો કે શીલાના અંતિમ શ્વાસ સુધી કેજરીવાલે તેમનું અપમાન કર્યું છે.


Loading...

તો અન્ય એક ટ્વિટર યુઝર્સે તેમ પણ લખ્યું કે હવે તમને સૌથી વધુ દુખ થશે કારણ કે તમે હવે કોની પર નિશાનો લગાવશો!


આમ ટ્વિટર પર કેજરીવાલની ટ્વિટ પછી અનેક લોકોએ અરવિંદ કેજરીવાલને આડે હાથે લીધા હતા.યુઝર દિનેશ જોશી પણ કેજરીવાલને નૌંટકી કરનારો કહ્યો હતો.ઉલ્લેખનીય છે કે 2013 વિધાનસભા ચૂંટણીમાં ત્રણ વાર દિલ્હીના સીએમ રહી ચૂકેલા શીલા દીક્ષિતને હરાવીને જ અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. 81 વર્ષીય શીલા દીક્ષિત લાંબા સમયથી હદયની બિમારીના કારણે અસ્વસ્થ હતા. અને તેમના અવસાન પછી ચોક્કસથી શોકની લહેર રાજકીય વર્તુળોમાં ફરી વળી હતી. ઉલ્લેખનીય છે કે રવિવારે શીલા દીક્ષિતના પાર્થિવ શરીરને તેમના નિવાસ સ્થાનેથી અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવશે. બપોરે 12:15 થી 1:30 ની વચ્ચે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તે પછી 2:30 ની આસપાસ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
First published: July 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...