Home /News /india /કેજરીવાલની દિલ્હીવાસીઓને ભેટ, પાણીનાં બિલની બાકી રકમ કરી માફ

કેજરીવાલની દિલ્હીવાસીઓને ભેટ, પાણીનાં બિલની બાકી રકમ કરી માફ

અરવિંદ કેજરીવાલ (ફાઈલ ફોટો)

જરીવાલે દિલ્હીવાળાઓનું પાણીનું બિલ સશર્ત માફ કરી દીધું છે.

    ન્યૂઝ18ગુજરાતી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા દિલ્હીવાળાઓને એક નવી ભેટ આપી છે. કેજરીવાલે દિલ્હીવાળાઓનું પાણીનું બિલ સશર્ત માફ કરી દીધું છે. આ છૂટ 25 ટકાથી લઇને 100 ટકા સુધીની થઇ શકે છે. 100 ટકાની છૂટ બધા માટે નથી. આ માટે દિલ્હી સરકારે કેટલીક કેટેગરી બનાવી છે.

    ઘરમાં ચાલુ મીટર હોવું જરૂરી

    અરવિંદ કેજરીવાલે જાતે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતની જાહેરાત કરી છે. જ્યા કેજરીવાલે કહ્યું કે હવેથી દિલ્હીવાસીઓનાં પાણીનાં બિલમાંથી ભરવાનાં બાકીની રકમ પણ હટાવી લેવામાં આવશે. જે લોકોનાં ઘરમાં ફંક્શનલ મીટર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે.

    આ પણ વાંચો : ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઇ શકે છે, બે ટ્રાન્ઝેક્શનમાં રાખવું પડી શકે છે અંતર-રિપોર્ટ

    કોને મળશે 100 ટકા માફી

    કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ સ્કીમ 30 નવેમ્બર સુધી લાગૂ રહેશે. જેના ઘરમાં વીજળીનાં ફંક્શનલ મીટર છે કે જે લોકો 30 નવેમ્બર સુધીમાં મીટર લગાવી દેશે તેમને આ સ્કીમનો ફાયદો મળશે. તમામ બાકી બિલ પર મોડી ફી માફ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે આ પ્લાન પછી A,B કેટેગરીવાળાનાં 25 ટકા અને સી કેટેગરીવાળાને 50 ટકા બિલ માફ થશે. જ્યારે E,F,G,H કેટેગરીવાળાનાં 100 ટકા બિલ 31 માર્ચ સુધીનાં માફ કરી દેવામાં આવશે.

    આ પણ વાંચો : અરુણ જેટલીના અંતિમ સંસ્કારમાં બાબુલ સુપ્રિયો સહિત 10 લોકોનાં ફોન ચોરાયા

    ટેન્કર માફિયાની મુસિબતથી દૂર કર્યાં

    દિલ્હીને 1200 mgd પાણીની જરૂર છે. પહેલા 820 mgd જ પાણી મળી રહ્યું છે. અમારી સરકાર આવ્યાં પછી 940 mgd પાણી મળી રહ્યું છે. જોકે આ પણ ઓછું છે, અમે સતત પ્રયત્ન કરી રહ્યાં છે કે અમે વધુમાં વધુ પાણી પ્રોડ્યુસ કરી શકીએ. વોટર ટ્રિટમેન્ટ પર પણ ઘણું જ કામ થઇ રહ્યું છે. અમારી સરકારે દિલ્હીને ટેન્કર માફિયાની મુસિબતથી દૂર કર્યાં છે.

    24 કલાક ઘરમાં પાણી મળે તેવી સુવિધા

    અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે બધી જગ્યાએ પાઇપલાઇન તો લગાડી રહ્યાં છે પરંતુ હવે અમે 24 કલાક લોકોને પાણી આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આવતા 5 વર્ષમાં અમે લોકોને 24 કલાક પાણી આપવાનો પ્રયત્ન કરીશું. આ માટે દિલ્હી સરકાર ઘણાં કામ કરી રહી છે. તેમણે આગળ જણાવ્યું કે સૌથી સસ્તી વીજળીની સાથે સૌથી સસ્તું પાણી પણ દિલ્હીમાં જ મળે છે. પહેલા પાણીનાં બિલ ઘણાં જ વધુ આવતા હતાં. જળ બોર્ડનું રેવન્યૂ ઘણું જ ઓછું હતું. જ્યારે અમે રિવ્યૂ કર્યું ત્યારે જળ બોર્ડનાં રેવન્યૂમાં 50 ટકાની વૃદ્ધિ થઇ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Arvind kejrival, દિલ્હી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन