JNUનું નામ બદલીને મોદીના નામ પર MNU કરી દો : હંસરાજ હંસ

News18 Gujarati
Updated: August 18, 2019, 11:20 AM IST
JNUનું નામ બદલીને મોદીના નામ પર MNU કરી દો : હંસરાજ હંસ
હંસરાજ હંસ

જમ્મુ કાશ્મીર મામલે હંસરાજે ટિપ્પણી કરતા કહ્યું એ તો આપણા વડીલનો ભૂલ હતી

  • Share this:
BJP સાંસદ હંસરાજ હંસ શનિવારે જેએનયુમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા. જ્યાં તેમણે JNU નું નામ બદલવાની વાત કહી. અને સાથે જ કહ્યું કે જેએનયુમાં J નો મતલબ શું થાય છે? વધુમાં તેમણે જમ્મુ કાશ્મીરમાં Article 370 સમાપ્ત કરવા અંગે પણ મોટું નિવેદન આપ્યું હતું. હંસરાજે કહ્યું કે "કાશ્મીર હવે ખરેખરમાં સ્વર્ગ બનવા જઇ રહ્યું છે. મારી તો એજ પ્રાર્થના છે કે અહીં બોમ્બ ના ચાલે અને લોકો હળીમળીને શાંતિથી રહે. હું તો કહું છું કે જેએનયુનું નામ બદલીને પણ એમએનયુ કરી દો. મોદીજીના નામ પર પણ કંઇક હોવું જોઇએ!"



હંસે વધુમાં કહ્યું કે "કોઇ અહીં મરે કે ત્યાં, છે તો એક માંના જ પુત્રને!. આપણા વડીલોએ જે ભૂલો કરી તેવું આપણે ભોગવવું પડે છે." આમ કહી તેમને જમ્મુ કાશ્મીરને વડીલોની ભૂલો જણાવ્યું હતું. વધુમાં નરેન્દ્ર મોદીને સંબોધીને હંસે કહ્યું કે મોદીજીએ અશક્ય લાગતી વસ્તુઓને શક્ય કરી બતાવી છે. આ માટે જ કહેવાય છે કે મોદી છે તો મુમકિન છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ દિલ્હીથી ભાજપના સાંસદ બનેલા અને જાણીતા ગાયક તેવા હંસરાજ હંસ લોકસભામાં પણ પોતાની વાતો શાયરીના અંદાજમાં જ રાખે છે. ઉલ્લેખનીય છે કે હંસરાજ હંસ જેએનયુમાં એબીવીપી દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. અહીં તેમણે જમ્મુ કાશ્મીર અને જેએનયુનું નામ બદલવા માટે કહ્યું હતું. આ કાર્યક્રમમાં દિલ્હીના ભાજપ અધ્યક્ષ મનોજ તિવાર પણ હાજર રહ્યા હતા.
First published: August 18, 2019, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading