Home /News /india /હું ઇચ્છું છું કે અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન બને: #Baithakમાં મનીષ સિસોદીયા

હું ઇચ્છું છું કે અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન બને: #Baithakમાં મનીષ સિસોદીયા

#Baithak માં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા

  આવતા વર્ષે થનારી લોકસભા ચૂંટણીઓ માટે રાજનૈતિક માહોલ અત્યારથી ગરમ થઇ રહ્યો છે. કર્ણાટકની વિધાનસભા ચૂંટણી અને ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીઓમાં બીજેપીની હારની સાથે સત્તાધારી પાર્ટી સામે વિપક્ષો એકત્ર થઇ રહ્યાં છે. જેને જોતાં રાજનીતિના જાણકારો પણ માનવા મજબૂર થયા છે કે બીજેપી માટે આગળની સફર સરળ નહીં રહે. દેશના બદલાતા રાજનૈતિક હાલાત અને લોકસભા તથા વિધાનસભા ચૂંટણીઓ અંગે પાર્ટીઓની રણનીતિ પર ચર્ચાની સાથે મોદી સરકારના ચાર વર્ષે કેવી પરિસ્થિતિ છે તે જાણવાના ન્યૂઝ18 ઇન્ડિયાની "બેઠક"માં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  આ કાર્યક્રમમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી સાથેની વાતચીતના મુખ્ય અંશો જોઇએ.

  દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું કે, 'અમે જ્યારે સરકારમાં ન હતાં ત્યારે દિલ્હીમાં સૌથી મોંઘી વીજળી મળતી હતી પરંતુ હવે દેશમાં સૌથી સસ્તી વીજળી મળે છે.'

  લોટમાં મીઠા જેટલો પણ ભ્રષ્ટાચાર ન જોઇએ

  ભ્રષ્ટાચાર પર લગામના સવાલ પર સિસોદિયાએ કહ્યું, 500 રૂપિયાની દલાલી કરવીને સરકાર ચલાવવી નથી કહેતા. કમિશન ખાવાને જો સરકાર ચલાવવું કહે છે તો અમારે આવી સરકાર નથી ચલાવવી. અમે જનતાને જરૂરી દરેક પ્રમાણપત્ર ઘરે જઇને આપીશું. તેનાથી દલાલી રોકાશે. તેઓ કહે છે કે લોટમાં મીઠા જેટલો ભ્રષ્ટાચાર ચાલવા દો, અમે નહીં ચાલવા દઇએ.  સરકારી શાળાની સિક્કલ બદલી
  પોતાની સરકારના પ્રદર્શન અંગે મનીષ સિસોદિયાએ કહ્યું, આજે દેશની સૌથી સસ્તી દિલ્હીમાં મળે છે તેને સરકાર ચલાવવી કહેવાય. માત્ર ત્રણ વર્ષમાં અમે વીજળી, પાણી, શાળા અને હોસ્પિટલની મુશ્કેલીઓ અમે દૂર કરી. બીજેપીની સરકાર જ્યાં જ્યાં આવી સરકારી શાળા બંધ થતી જાય છે. જ્યારે અમે ત્રણ વર્ષમાં સરકારી શાળાની સિક્કસ બદલી નાંખી.  અરવિંદ કેજરીવાલ દેશના વડાપ્રઘાન બને

  જ્યારે સિસોદીયાને પૂંછ્યું કે તમે માનો છો કે અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન બનવું છે? તેના જવાબમાં તેમણે કહ્યું તેમની તો મને ખબર નથી પરંતુ મને લાગે છે તેમને આગામી વડાપ્રધાન બનવું જોઇએ.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Arvind kejrival, Baithak, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन