રક્ષામંત્રીનો રાહુલને પલટવાર, 'ફ્રાંસ સાથે રાફેલ ડીલની હતી ગુપ્ત સમજૂતી'

  • Share this:
    રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ફ્રાંસ સાથે જેટ ડીલ પર સફાઇ આપતા કહ્યું કે તેમની જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ વચ્ચે થયેલી વાતચીતની કોઇ જાણકારી તેમની પાસે નથી. નિર્મલા સીતારમણએ એક પ્રેસ રિપોર્ટના અહેવાલ આપતાં કહ્યું કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ ભારતીય મીડિયાને કહ્યું હતું કે ભારતનું કોમર્શિયલ એગ્રીમેન્ટ થઇ હોય શકે છે જે તેમને આ અંગેની જાણકારી આપવાથી રોકી શકે છે.

    રાહુલ ગાંધીએ આરોપ મુક્યો હતો કે તેમણે ફ્રાંસના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે બંન્ને દેશો વચ્ચે ડીલનો ખુલાસો કરવા માટે કોઇ પણ સમજૂતી થઇ નથી. નોંધનીય છે કે આ પહેલા સંસદમાં પોતાનું સંબોધન આપતાં કહ્યું હતું કે, રક્ષામંત્રીએ પહેલા કહ્યું હતું કે ફ્રાંસ અને ભારતની સરકાર વચ્ચે એક ગુપ્ત સમજૂતી થઇ હતી. હું ફ્રાંસના રાષ્ટ્રપતિને મળ્યો અને તેમને પૂછ્યું કે આવી કોઇ સમજૂતી થઇ છે? તો તેમણે મને જવાબ આપ્યો કે અમારી વચ્ચે આવી કોઇ સમજૂતી નથી થઇ. પીએમના દબાણમાં રક્ષા મંત્રીએ દેશને જુઠ્ઠું કહી રહ્યાં છે. તે કોની મદદ કરી રહ્યાં છે, કેમ કરી રહ્યાં છે પીએમજી તમે જ દેશને જણાવો.

    સંસદના મોનસૂન સત્રનો ત્રીજો દિવસ છે અને આજે લોકસભામાં મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરાવવામાં આવશે. બુધવારે ટીડીપી સાંસદ તરફથી લવાયેલ અવિશ્વાસ પ્રસ્તાવને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને મંજૂર કર્યો હતો. જે પછી ચર્ચા માટે આજનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. આ ચર્ચામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપી સરકાર પર નીશાનો સાધ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published: