Exclusive: રક્ષા મંત્રાલયે જાહેર કર્યો સર્જિકલ સ્ટ્રાઇકનો નવો વીડિયો

સર્જિકલ સ્ટ્રાઇકના 2 વર્ષ પુરા થવાના બે દિવસ પહેલા રક્ષા મંત્રાલયે આ મહત્વપૂર્ણ મિશનનો વીડિયો જાહેર કર્યો (પ્રતિકાત્મક તસવીર)

ભારતીય સેનાએ 29 સપ્ટેમ્બરે 2016ના રોજ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)માં ધુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી

  • Share this:
    સર્જિકલ સ્ટ્રાઇકના 2 વર્ષ પુરા થવાના બે દિવસ પહેલા રક્ષા મંત્રાલયે આ મહત્વપૂર્ણ મિશનનો વીડિયો જાહેર કર્યો છે. ભારતીય સેનાએ 29 સપ્ટેમ્બરે 2016ના રોજ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)માં ધુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ભારતીય સેનાએ આ હુમલામાં આતંકવાદીઓના ઘણા ટ્રેનિંગ કેમ્પો અને લોન્ચ પેડ નષ્ટ કરી દીધા હતા. ભારતીય જવાનો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઘણા આતંકવાદી માર્યા ગયા હતા. જે સીમા પાર કરવાની તૈયારીમાં હતા.

    28-29 સપ્ટેમ્બર 2016ના રોજ અડધી રાત્રે ભારતીય સ્પેશ્યલ કમાન્ડો દ્રારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વર્ષગાઠની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે સર્જિકલ સ્ટ્રાઇકનો નવ વીડિયો સામે આવ્યો છે.



    આ વીડિયોમાં ભારતીય જવાનો પાકિસ્તાનના આતંકીવાદીઓ પર ગોળીબારી કરતા અને લોન્ચ પેડને નષ્ટ કરતા જોવા મળે છે. આ પહેલા પણ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો જાહેર કર્યો હતો.જેમાં સેનાના શોર્યને બતાવવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ 27 જૂન 2018ના રોજ સર્જિકલ સ્ટ્રાઇકના કેટલા વીડિયો જાહેર કર્યા હતા.



    હાલમાં જ સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં હાલની પરિસ્થિતિ જોતા વધારે એક સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર છે. જોકે આ ખુલાસો કરી શકા નહીં કે તેની કેવી રીતે અમલ કરીશું



    સર્જિકલ સ્ટ્રાઇકને લઈને દેશની રાજનીતિમાં ઘણો વિવાદ થયો હતો. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓઅ આ સ્ટ્રાઇકને લઈને સવાલો ઉઠાવ્યા હતા. જોકે રક્ષા મંત્રાલયે વીડિયો જાહેર કરીને સાબિતી આપી હતી.
    Published by:Ashish Goyal
    First published: