રક્ષા મંત્રાલય જ્યારે રાફેલ ફાઇટર જેટનાં સોદા માટે ફ્રાંસ સરકાર સાથે વાત કરી રહ્યું હતું તે જ દરમિયાન વડાપ્રધાન કાર્યાલય પણ ફ્રાંસ સાથે સોદાબાજી કરી રહ્યું હતું. અંગ્રેજી સામાચાર પત્ર 'ધ હિંદુ'એ એક અધિકારીક નોટનો હવાલો આપતા પોતાનાં એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
આ રિપોર્ટમાં 24 નવેમ્બર 2015નાં તત્કાલીન રક્ષામંત્રી મનોહર પરિકરને તત્કાલીન રક્ષા સચિવની નોટની યાદીનો હવાલો આપ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે રક્ષા સચિવે પેરલલ સોદાબાજીનો વિરોધ કરતા સવાલ ઉઠાવ્યો છે કે પીએમઓને આમાં સામેલ થવાની શું જરૂર છે?
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ રીકે પીએમઓ દ્વારા કરાયેલ પેરેલર વાતચીતનાં કારણે રક્ષા મંત્રીની સ્થિતિ થોડી કમજોર થઇ ગઇ હતી. અમે પીએમઓને સલાહ આપી શકીએ છીએ કે જે અધિકારી વાતચીત કરનારી ટીમમાં સામેલ નથી તે લોકો પેરેલર ફ્રાંસની સરકાર સાથે વાત ન કરે. પછી અમે તેમ પણ કહ્યું કે જો પીએમઓને લાગે છે કે રક્ષા મંત્રાલય યોગ્ય રીતે વાત નથી કરતી તો તે આગળનાં સ્તરે ફરીથી વાત કરી શકે છે.
આ નોટ ડેપ્યુટી સેક્રેટરી એસકે શર્માએ તૈયાર કર્યો હતો, જેને તત્કાલીન રક્ષા સચિવ જી મોહન તરફથી મોકલવામાં આવ્યો હતો. આવી વાતચીતથી પીએમઓએ બચવું જોઇએ.
આ રિપોર્ટ પછી વિપક્ષી દળોએ સરકાર પર હુમલા તેજ કરી દીધાં છે. જો કે રક્ષામંત્રી સીતારમણે આરોપ લગાવ્યો છે કે છાપાનું રિપોર્ટિંગ ભેદભાવપૂર્ણ છે. રિપોર્ટમાં તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પારિકરે પણ પ્રતિક્રિયા લખવી જોઇએ.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર