જાણો કેમ DD પર ગુસ્સે થયા રક્ષામંત્રી સીતારમણ

રક્ષા મંત્રી નિર્લમા સીતારમણની ફાઇલ તસવીર

  • Share this:
રક્ષામંત્રી નિર્મલા સીતારમણે વિજ્ઞાપન બતાવવા માટે વાર્ષિક ત્યાગરાજ આરાધનાનું સીધુ પ્રસારણ અચાનક કાપવા માટે દૂરદર્શનને ફટકાર લગાવી છે.

સીતારમણે આને વિચાર શૂન્યતા અને અસંવેદનશીલતા ગણાવી છે.

જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે તમિળનાડુના તિરૂવૈયારૂમાં તેલેગુ સંત ત્યાગરાજના સન્માનમાં સંગીત કાર્યક્રમ આયોજીત થાય છે.આ એક સપ્તાહનો ફેસ્ટિવલ હોય છે જેમાં દુનિયાભરના વિભિન્ન કર્નાટક સંગીતકાર એક જ જગ્યા પર મળે છે.

પ્રસાર ભારતીના સીઈઓ એસ એસ વેમ્પતિએ આ ઘટનાને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.આ પહેલા સીતારમણે આ કાર્યક્રમને લાઈવ પ્રસારણ માટે ચેનલનો ધન્યવાદ માન્યો હતો. જો કે તેમનો આ ઉત્સાહ ગુસ્સામાં બદલાઈ ગયો જ્યારે ચેનલે વિજ્ઞાપન માટે કાર્યક્રમને રોકી દીધો.
First published: